ધારીના પ્રેમપરામાં માનસિક અસ્વસ્થ ભાવેશના રાહુલે હાથ-પગ ભાંગી નાંખ્યા
નવી બનાવેલી ટ્રેકટરની ટ્રોલીમાં લીટા પાડ્યાનું સમજી
રાજકોટ તા. ૩૧: ધારીના પ્રેમપરામાં રહેતાં ભાવેશ રમેશભાઇ રાદડીયા (ઉ.વ.૩૫) નામના પટેલ યુવાનને ગામમાં બાપા સિતારામની મઢુલી પાસે રાહુલ ભગાભાઇ કોળીએ પાઇપના ઘા ફટકારી હાથ-પગમાં ફ્રેકચર કરી નાંખતા ધારી, અમરેલી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.
ભાવેશ બે ભાઇ અને એક બહેનમાં મોટો છે. તેના પિતા રમેશભાઇ આણંદભાઇના કહેવા મુજબ ભાવેશને ૨૫ વર્ષથી મગજની અસ્થીરતા છે. તેના માટે બાપા સિતારામની મઢુલી પાસે ઓરડી બનાવાઇ છે. તેમાં તેને તાળુ મારીને રાખવામાં આવે છે. દિવસે તે ગામમાં આટાફેરા કરતો રહે છે. ગામના રાહુલ બજાણીયાએ ટ્રેકટરની નવી ટ્રોલી બનાવી હોઇ તેમાં કોઇ લીટા પાડી જતાં ભાવેશે આ લીટા પાડી નુકસાન કર્યાનો રાહુલે આરોપ મુકી હુમલો કર્યો હતો. ધારી પોલીસ વધુ તપાસ કરે છે.