સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 31st July 2021

અમર ગાયક મુહમ્મદ રફીની ૪૧મી સ્વરાજંલી સંગીત કા ફરીસ્તા

દુનિયાભરમાં રફી સાહેબને ચાહનાર હજારો લાખો ફેન હશે પણ સંગીતકાર પ્યારેલાલ આ વિશે કહે છે અમે બંને પણ (લક્ષ્મીપ્યારે) રફી સાહેબના મોટા ફેન છીએ રફી સાહેબના જવાથી  અમારૂ સંગીત અનાથ થઇ ગયું હતુ અને મન્નાડે પણ એમના પ્રસંશક હતા અને મહેન્દ્રકપુરે તો રફી સાહેબને ગુરૂ બનાવ્યા હતા, પણ એના સૌથી મોટા ફેન કૌન હતા જાણો છો ? કિશોર કુમાર એના મોટા ફેન હતા કિશોરદા એના લાઇવ શોમાં એક સોંગ રફી સાહેબનું અચુક ગાતા અને કેવી હતી બંનેની દોસ્તી એ વિશે સંગીતકાર મદન મોહનના પુત્ર સંજીવ કોહલીઆ કિસ્સો વર્ણવે છે.

૧૯૭૦ના દાયકામાં સંજય ગાંધી જયારે કોંગ્રેસ પાર્ટી માટે બેફામ બનીને  પૈસા ઉઘરાવી રહયા હતા એ દૌરમાં એમણે કિશોરકુમારને ફંડફાળા માટે એક જાહેર શો યોજના કહ્યું કિશોરદાએ કહ્યું : જરૂર મને આટલા રૂપીયા આપી દો..... એટલે સંજય ગાંધી કહે પૈસા ? પૈસા સેના ત્યારે કિશોર કુમારે કહ્યું કે પૈસા તો લાગશે જ નહિતર જવાદો ઘુંઘવાયેલા સંજય ગાંધીએ કિશોરકુમાર પર બેન મુકી દિધો એમના કાર્યક્રમ કોઇએ કરવાના નહિ રેડીયો પર પ્રતિબંધ અને ફિલ્મ લાઇનમાય લાગતા વળગતાને કઇ દેવામાં આવ્યુ કે કિશોરકુમારને લીધો તો આવી બનશે.

આ એપીસોડથી કિશોરકુમાર તો વ્યથીત થયા જ પણ એમના દોસ્ત રફી સાહેબ પણ વ્યથીત થઇ ઉઠયા અને પછી એ સીધા જ ઉપડયા પ્લેનમાં દિલ્હી સંજય ગાંધીને  મળવા ત્યાં મીટીંગમાં એમણે  સંજય ગાંધીને કહ્યું કે હુ તમારા માટે દશ તો મફતમાં કરવા તૈયાર છું પણ કિશોરકુમાર પરનો પ્રતિબંધ પાછો ખેંચી લો આમ તેમણે પ્રતિબંધ પાછો ખેંચાવ્યો એ પછી દુરદર્શન પર આરોહી નામનો કાર્યક્રમ શરૂ થયો હતો એમા પહેલો પરફોર્મન્સ (મફતમાં) રફી સાહેબનો હતો.

રફી સાહેબનો જયારે દેહ વીલીન થયો ત્યારે કબ્રસ્તાનમાં રફી સાહેબના પગ પાસે બેસીને કિશોરકુમાર ખુબ રડયા હતા આવી દોસ્તી હતી બંનેની એ સંગીતનો ઓલીયો આજે પણ તેના ગીતો દ્વારા દરેક સંગીત પ્રેમીના દિલમાં જીવંત છે. (૪૦.૨)

શાયરીઃ ''તુજે ગીતોસે કિસ્મતભી જુદા કર નહિ શકતી'' તેરૂ રૂહ અમર હૈ મરકરભી મર નહિ શકતી તેરા મેરા રિશ્તા તો મૌત ભી જુદા કરી નહિ શકતી.

 રફીભકત (પ્રાસંગીક)

રણજીત પઢીયાર

મો. ૯૭૧૨૯૩૧૭૮૦ મૃત્યુ તા.

મો. ૮૪૬૦૨૪૧૨૨૪ જન્મ તા.

(1:12 pm IST)