સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 31st July 2021

ચોટીલા પાસે તેલ ભરેલ ટેન્કરને અકસ્માત : તેલ ઢોળાતા ભરવા માટે લોકો ઉમટયા

વઢવાણ : ચોટીલા હાઇવે પર તેલ ભરેલા ટેન્કરનો અકસ્માત થતાં તેલની નદીઓ વહેતી થઈ હતી. જે અંગેની જાણ થતાં લોકો ડોલ, ડબલા સહિતના વાસણો લઈને તેલ ભરવા માટે ઉમટી પડ્યા હતા. લોકો હાઇવે પર ઢોળાયેલું તેલ ભરવા પડાપડી કરતા નજરે પડ્યાં હતા. એક તરફ તેલના ભાવ આસમાને બીજી તરફ હાઇવે પર આવેલા ઢેઢુકી ગામની બાજુમાં રોડ પર તેલની નદીઓ વહેતી થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે.ચોટીલાથી અમદાવાદ તરફ જતા ઢેઢુકી ગામની બાજુમાં તેલ ભરેલા ટેન્કરનો અકસ્માતનો બનાવ બન્યો હતો. તેલના ખાડા ભરેલા જોઈ ગામલોકો પોતાના વાસણોને લઈ તેલ ભરવા પહોંચી ગયા હતા. એમાય ગામ લોકોને જાણે સવારે લોટરી લાગી ગઇ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. જયારે બીજી બાજુ પોલીસે ઘટનાસ્થળે દોડી જઇ અકસ્માત અંગેનો ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.(તસ્વીર : ફઝલ ચૌહાણ, વઢવાણ)

(11:52 am IST)