સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 31st July 2021

હળવદ ખરીદ વેચાણ સંઘના નવા સુકાની રસિકભાઈ વરમોરા

ડેપ્યુટી કલેકટરના અધ્યક્ષ સ્થાને યોજાયેલ પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં નવા હોદ્દેદારોની વરણી કરાઈ

(દીપક જાની દ્વારા) હળવદ, તા.૩૧: હળવદ એપીએમસી ખાતે હળવદ ખરીદ વેચાણ સંઘના પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરિફ વરણી કરવામાં આવી હતી.

તાજેતરમાં જ હળવદ ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં તમામ ૮ બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી જોકે ત્યાર પછી કોરોનાની બીજી લહેરના કારણે સંઘના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી મુલતવી રાખવામાં આવી હતી ત્યારે હળવદ એપીએમસી ખાતે ડેપ્યુટી કલેકટર કાથડ મેડમના અધ્યક્ષ સ્થાને હળવદ ખરીદ વેચાણ સંઘના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે રણમલપુરના રસિકભાઈ વરમોરા ની વરણી કરવામાં આવી છે જયારે ઉપપ્રમુખ તરીકે રણછોડગઢના સોમાભાઈ ઠાકોર ની વરણી કરવામાં આવી હતી જોકે આ બંને પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી બિનહરીફ થઇ હતી.

માર્કેટ યાર્ડ ખાતે યોજાયેલ ખરીદ વેચાણ સંઘના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં અધિકારીઓ સહિત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જયંતીભાઇ કવાડીયા,માર્કેટયાર્ડના ચેરમેન રણછોડભાઈ પટેલ,મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી રણછોડભાઈ દલવાડી, હળવદ તાલુકા ભાજપ પ્રમુખ વાસુદેવભાઈ સોણોજીયા, તાલુકા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ રાણા, ભાજપ અગ્રણી વિનુભાઈ વામજા, જામનગર જિલ્લા કિસાન મોરચાના પ્રભારી રજનીભાઈ સંઘાણી, પૂર્વ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ વલ્લભભાઈ પટેલ, નયન પટેલ તેમજ ખરીદ વેચાણ સંઘના ડિરેકટરશ્રી ઓ તેમજ એપીએમસીના ડિરેકટરશ્રીઓ અને ભાજપના અગ્રણીઓ હાજર રહી નવનિયુકત ખરીદ વેચાણ સંઘના પ્રમુખ અને ઉપપ્રમુખને અભિનંદન પાઠવ્યા હતા.

(10:12 am IST)