News of Sunday, 31st May 2020
અમરેલીના ધારી પંથકમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો : ખાંભા સહિતના ગામમાં ધોધમાર ખાબક્યો
બોટાદ શહેરમાં પણ સતત બીજા દિવસે ધીમી ધારે વરસાદ વરસ્યો
અમરેલીના ધારી પંથકમાં પણ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. ખાંભાના નાનુડી, ભાડ સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. બોટાદ શહેરમાં પણ સતત બીજા દિવસે ધીમી ધારે વરસાદ વરસ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે 10 દિવસો પહેલા બંગાળની ખાડીથી ઉઠેલા અમ્ફાન તોફાને પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં બરાબર તોફાન મચાવી દીધું હતું. આ વાવાઝોડાંથી 86 લોકો મૃત્યુ પામ્યા હતાં. સાથે સાથે લાખો લોકો બેઘર થઇ ગયા હતાં.
(8:06 pm IST)