News of Sunday, 31st May 2020
ગોંડલમાં સાંજે વાતાવરણમાં પલટો : વિવિધ વિસ્તારોમાં ભારે પવન સાથે જોરદાર વરસાદ તૂટી પડ્યો :તોફાની પવનને કારણે અનેક વૃક્ષો ધરાશાયી
ગોંડલ ; ગોંડલમાં આજે બપોર બાદ આકાશમાં ઘટાટોપ વાદળો છવાયા હતા ભારે બફારાના વાતાવરણ વચ્ચે સાંજે 5:30 વાગ્યે એકા એક વાતાવરણમાં પલટો થયો હતો શહેરના વિવિધ વિસ્તારોમાં પવન સાથે એકદમ જોરદાર વરસાદ પડ્યો હતો ભારે પવનના કારણે ઘણાં વૃક્ષો પડી ગયા હતા
(6:26 pm IST)