સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 31st May 2018

મોરબી પુલ પાસે ત્રિપલ અકસ્માત :ટ્રાફિક જામ :કલાક સુધી વાહન ચાલકો ફસાયા

 

મોરબીની નટરાજ ફાટક આજે સાંજના સમયે અડધો કલાક કરતા વધુ સમય સુધી બંધ રહી હતી જેને કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો નીચેનો રસ્તો પણ રીપેરીંગ ચાલતું હોય જેથી વાહનચાલકો અડધો કલાકથી વધુ સમય સુધી ફસાયા હતા અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા તો અડધો પોણો કલાક સુધી જામ રહ્યા બાદ માંડ રસ્તો ચાલુ થયો ત્યાં પુલ પર આઈસર, છોટા હાથી અને રીક્ષા વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં કોઈ મોટી ઈજા કે જાનહાની થઇ ના હતી પરંતુ ફરીથી પુલ પર જામ થયો હતો એટલે કલાકેકથી ફસાયેલા નાગરિકોને વધુ ટ્રાફિકજામ સહન કરવાનો વારો આવ્યો હતો

(10:58 pm IST)