સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 31st May 2018

મોરબીમાં પિતા-પુત્ર સહિત ૩ પર છરીથી હુમલો

કારખાનેદાર નિપુલ નશામાં ધૂત જીગર બોરીચાને સમજાવવા જતા તે છરી લઇ પાછળ દોડયો : વચ્ચે પડેલ પિતા અને અન્યને પણ છરી ઝીંકી

તસ્વીરમાં ઇજાગ્રસ્ત કારખાનેદાર હોસ્પિટલમાં સારવાર હેઠળ નજરે પડે છે. (તસ્વીર : પ્રવિણ વ્યાસ, મોરબી)

મોરબી તા. ૩૧ : મોરબીના લીલાપર રોડ પર આવેલ કારખાનાં મલિક પિતા-પુત્ર સહિતનાં ત્રણ શખ્સ પર એક શખ્સ છરી વડે હુમલો કર્યા ની એ ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાય છે.

મળતી વિગત મુજબ મોરબીના લીલાપર રોડ પર ઇન્ડિય ટાઈલસ કંપની નામનું નિપુલ ભગવાનજીભાઈ શાહ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે સાંજે જયારે તે તેના પિતા ભગવનજીભાઈ શાહ કારખાને બેઠા હતા ત્યારે કારખાંનના બહાર ના ભાગે જીગર ઉર્ફે જીગો જીલુભાઈ બોરીચા નશાની હાલતમાં તોફાને ચડ્યો હતો જેને કારખાનાં માલિક નિપુલભાઈ સમજવા જતા તે વધુ ઉશ્કેરાયો હતો.

જેમાં તે કારખાનાં માલિક નિપુલ પાછળ છરી લઇ ને દોડ્યો હતો જેમાં તેમના પિતા ભગવાનજીભાઈ અને અન્ય એક શખ્સ અશોક લવજીભાઈ વચ્ચે પડતા ત્રણય શખ્સો પર છરી વડે હુમલો કરતા ત્રણય શખ્સો ઘવાયા હતા જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.

ઘટનાની જાણ થતા એ ડિવિઝન પોલીસ દોડી ગઈ હતી અને કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં હુમલો કરનાર પોલીસ ના હાથવેંતમાં હોવાનું જાણવા મળ્યું છે જેની વધુ તપાસ ચંદુભાઈ બાબરીયા ચલાવી રહ્યા છે.

(1:23 pm IST)