જામનગરમાં રસોઇ બનાવતા દાઝેલી ગોહિલ પરિણીતાનું મોત
જામનગર તા. ૩૧ : ડો. એ.પી.મહેતાએ સીટી બી ડિવિઝન પોલીસ મથકે જાહેર કરેલ છે કે, નવાગામ ઘેડ સરસ્વતી સોસાયટીમાં રહેતી રીટાબેન ઉર્ફે મંજુ અજયભાઈ ગોહીલ ઉ.વ. ર૭ પોતાના ઘરે રસોઈ બનાવતી વખતે પ્રાઈમસમાં હવા ભરતી વખતે ભળકો થતા શરીરે દાઝી જતા તેણીનું સારવાર બાદ મૃત્યુ નિપજેલ છે.
બાઈક સ્લીપ થતાં યુવકનું મૃત્યુ
અહીં સિઘ્ધાર્થ કોલોની શંકર ટેકરી શેરી નં. પ માં રહેતા બિન્દુસાર નરેન્દ્રભાઈ ચક્રવતી એ પોલીસમાં જાહેર કરેલ છે કે, ખંભાળીયા બાયપાસ પાસે જનાર પ્રકાશ નથુભાઈ ડોડીયા રહે. નવાગામ ઘેડવાળા પોતાનું મોટર સાયકલ જી.જે.રપ–એન–રપ૦૬ લઈ પરત આવતા હોય ત્યારે શીવ ડેવલોપર્સ પાસે પહોંચતા અચાનક બ્રેક મારતા ગાડી સ્લીપ થતાં ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ જયાં તેમનું મૃત્યુ નિપજેલ છે.
મકાન બીજાને વહેચી દઇ છેતરપીંડી
અહીં સીટી સી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કિશોરભાઈ શભુભાઈ દામા એ ફરીયાદ નોંધાવી છે કે, આજથી આશરે પાંચ મહીનાથી આજદિન સુધી જામનગરના ગોકુલનગર જકાતનાકા, આશાપુરા બેકર્સની સામે મીત ઓટોકન્સલ્ટ નામની દુકાને નગાભાઈ જશાભાઈ કરમૂર એ પોતાનું ગુલાબનગર મકાન ફરીયાદી કિશોરભાઈને વેચવાના બહાને હાર્દિક મેરામણભાઈ ચાવડા નો કોન્ટેક કરાવી વ્યાજે રૂપિયા ચાર લાખ ફરીયાદી કિશોરભાઈને લેવડાવી આ કામના આરોપી નગાભાઈ ને તેમાંથી રૂાપિયા ૭૦,૦૦૦ મકાનની સુથી પેટે ફરીયાદી કિશોરભાઈ પાસેથી લઈ મકાન બીજાને વેચી દઈ હાર્દિક મેરામણભાઈ એ અવાર–નવાર ફરીયાદી કિશોરને વ્યાજ બાબતે માનસીક ત્રાસ આપી ફોરવ્હીલર ગાડીઓ તથા મોટરસાયકલો ના ઓરીઝનલ પેપરો સાથે લઈ જઈ તેમજ ભટ્ટભાઈ એ મકાનની લોન કરી આપવાના બહાને ફરીયાદી કિશોરભાઈ પાસેથી રૂપિયા ૧૭,૦૦૦ લઈ જઈ એકબીજાને મદદ કરી ગુનો કરેલ છે.
સગીરાને ભગાડી
અહીં સીટી સી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે કે, હરેશ રણછોડ ચાંગેશા રે. ગોકુલનગર, ફરીયાદીની સગીરવયની પુત્રીનું અપહરણ કરી લઈ જઈ ગુનો કરેલ છે.
અહીં કેમ ઉભા છો તેમ કહી માર માર્યાની રાવ
અહીં સીટી બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં આશાબેન રાકેશભાઈ રમણીકભાઈ પરમાર, ઉ.વ.૩૦, એ ફરીયાદ નોંધાવી છે કે, અંબર ચોકડી રોડ ઉપર, ભીમવાસના ઢાળીયા પાસે,જામનગરમાં આ કામના ફરીયાદી આશાબેન તથા તેમના પતિ બન્ને પોતાની દિકરી ની દવા લઈને ભીમવાસના ઢાળીયા પાસે દિકરીને પાણી પીવડાવવા માટે ઉભેલા ત્યારે પતિ –પત્ની ઉંચા અવાજે વાતો કરતા હોય ત્યા એક અજાણ્યો માણસ આશરે ર૮ થી ૩ર વર્ષનો ચોકડીવાળો શર્ટ પહેરેલ શખ્સ આવેલ અને કહેલ કે અહીં કેમ ઉભા છો તેમ કહેલ અને બોલચાલી થતા આ અજાણ્યો ઈસમ બાજુમાંથી લોખંડનો પાઈપ લાવેલ અને ફરીયાદીને પાઈપ મારતા ફરીયાદી ને ઈજા થતા તેમજ સાહેદને પણ પાઈપ વડે મારતા મૂંઢ ઈજા થયેલ હોય અઆ જપાજપી માં ફરીયાદી આશાબેનનો સોનાનો ચેન પડી ગયેલ હોય તેમજ ગાળો આપતા જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.