સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 31st May 2018

સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં બેંક હડતાલનો બીજો દિ' : નાણાકીય વ્‍યવહાર ઠપ્‍પ

પગાર વધારાની માંગણી સાથે બેંક કર્મચારીઓમાં ભારે રોષ

રાજકોટ તા. ૩૧ : બેંક કર્મચારીઓ દ્વારા બે દિવસની હડતાળ ઉપર જતા રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં નાણાકીય વ્‍યવહાર ઠપ્‍પ થઇ ગયો છે.  પગાર વધારાની માંગણી સાથે ગઇકાલથી બે દિવસની હડતાળ ઉપર છે અને કર્મચારીઓ દ્વારા પગાર વધારાની માંગણી સાથે રોષ ઠાલવી રહ્યા છે.

વઢવાણ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ : સુરેન્‍દ્રનગર જિલ્લાની રાષ્‍ટ્રીયકૃત બેંકોમાં કામ કરતા કર્મચારીઓના પગાર વધારો તા. ૧-૧૧-૧૭ના રોજથી નોટબંધી વખતે સારી કામગીરી કરનાર બેંક કર્મચારીઓને ઉંચો રાઇઝ મળે તેવી જાહેરાત કેન્‍દ્ર સરકાર દ્વારા કરવા છતાં છ માસથી પગાર વધારાની કાગડોળે રાહ બેંક કર્મચારીઓ જોઇ રહ્યા છે. યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન અને સેન્‍ટ્રલ બેંક કમિશ્નર વચ્‍ચે ચાલેલી મેરેથોનમાં માંડ બે ટકાનો વધારો મંજુર કરાતા બેંક કર્મચારીઓમાં રોષ ફેલાયો છે. ૩ કે ૪ ટકા વધતી મોંઘવારી સામે ૨ ટકા વધારોએ બેંક કર્મચારીઓની મશ્‍કરી સમાન હોવાનું બેંક કર્મચારીઓ જણાવી રહ્યા છે. આ ચર્ચાનું કોઇ નક્કર પરિણામ ન આવતા તા. ૩૧મેથી સમગ્ર દેશમાં રાષ્‍ટ્રીય કૃત બેંકોની બે દિવસની હડતાલનું એલાન અપાયું હતું.

(1:12 pm IST)