સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 31st May 2018

ઉનામાં નડતરરૂપ ન હોય તેવી વૃક્ષની ડાળી કાપી વીજતંત્રએ રાહદારીઓનો છાંયડો છીનવી લીધો

ઉના તા.૩૧: દેલવાડા રોડ એસ.ટી. બસ સ્ટેશન વિસ્તાર તથા સોસાયટી દ્વારા રોડની બન્ને બાજુ વરસોપહેલા વૃક્ષ વાવતા ઘટાદાર થઇ ગયા છે. આકરા ઉનાળાના તડકામાં રાહદારીઓ બેઘડી વૃક્ષના છાંયડે વિસામો કરી ગરમીમાં રાહત લે છે. પરંતુ છેલ્લા ઘણા દિવસો થી પ્રી મોનસુનની કામગીરી પી.જી.વી.સી.એલ ક. દ્વારા વૃક્ષોની જે ડાળીઓ ઇલેકટ્રીક વાયર તથા પોલને નડતર રૂપ હોય તે કાપવાની હોય છે.પરંતુ આડેધડ જે ડાળી નડતી ન હોય અને લોકોને છાંયડો આપતી હોય તે કાપી નાખતા મુસાફરોને મળતો છાંયડો બંધ થઇ ગયો છે. એક બાજુ સરકાર દ્વારા વૃક્ષવાવો-વરસાદ લાવો નું સુત્ર જાહેર કરે છે. ત્યારે જે વૃક્ષ હયાત અને લીલુછમ છે તેની ડાળીઓ  પણ કપાતા પર્યાવર પ્રેમીઓમાં રોષ ફેલાયો છે. અધિકારીઓ દ્વારા કર્મચારીઓને સુચના આપે કે ઇલેકટ્રીક તારને નડતી ડાળીઓ જ કાપે.

કાયમી મરામત માટે શનિવારે આઠ કલાક વીજકાપ આપવામાં આવે છે.પરંતુ તેમ છતાં કોઇ પણ જાણ કર્યા વગર વીજપ્રવાહ બંધ કરી દેતા ઉના ના નગરજનો દિવસે આકરા તાપ અને બફારામાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. નિયમિત દિવસે અને રાત્રે વિજપ્રવાહ ચાલુ રહે તેવી લોક માંગણી ઉઠી છે. ઉના શહેરની ફોલ્ટ ઓફીસે લોકો ફોન કરે છે ઉડાઉ જવાબ આપે છે. સંતોષ કારક જવાબ આપતા નથી. વીજ કર્મચારીઓ વ્યવસ્થિત જવાબ આપે તેવી માંગ ઉઠી છે.

(12:00 pm IST)