સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 31st March 2020

મોરબીમાં કોરોના જાહેરનામાના ભંગ હેઠળ ૩૧ વ્યકિતની અટકાયત : ૨૪ વાહનો ડિટેઇન

મોરબી,તા.૩૧ : મોરબીમાં પોલીસ લોકડાઉનની સ્થિતિમાં જાહેરનામાનો ચુસ્ત અમલ કરાવવા માટે કડક કાર્યવાહી કરી રહી છે. જેમાં મોરબી એ ડીવીઝન પોલીસે જાહેરનામાં ભંગના ૧૨ કેસ કરીને ૩૧ લોકોની ધરપકડ કરી છે. અને કામ વગર બહાર નીકળતા ૨૪ વાહન ડિટેઇન કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી સિટી એ ડિવિઝન પોલિસે લોડાઉનનો ચુસ્તપણે અમલ કરાવવા માટે કાર્યવાહી કરી રહી છે ત્યારે શેરી ગલીઓના ટોળા ભેગા ન થાય અને ટોળા પર કાયદેસરની કાર્યવાહી કરી શકાય તે માટે પોલીસ ડ્રોન કેમેરાની મદદથી નજર રાખી રહી છે ત્યારે ડ્રોનની મદદથી ૯ કેસ કર્યા છે તો અન્ય ૩ કેસ કરીને ૩૧ લોકો ઝડપી અટકાયત કરી તેઓ સામે ગુનો દાખલ કર્યો હતો. આ સાથે ૨૪ જેટલા વાહનો પણ ડિટેઇન કર્યા હતા.

(12:52 pm IST)