સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 31st March 2020

ગારીયાધારમાં ૪ દિવસમાં રર શ્વાનના મોતથી અરેરાટી

મોતના કારણ અંગે રિપોર્ટની જોવાતી રાહ : પાલિકા તંત્રએ જાણ કરતા પશુ ડોકટર દ્વારા તપાસ

 ગારીયાધાર, તા. ૩૧ : શહેરમાં છેલ્લા ચાર દિવસની અંદર શહેરના અલગ -અલગ વિસ્તારોમાં રર જેટલા કુતરાઓ મૃત પામતા હાહાકાર મચી જવા પામ્યો હતો.

પ્રાપ્ત થતી વિગતો અનુસાર શહેરમાં અલગ અલગ વિસ્તારોમાંથી છેલ્લા ચાર દિવસમાં રર જેટલા રખડું કુતરા મૃત પામ્યા છે. જેની જાણ નગર પાલિકા ચીફ ઓફીસરને થતા તાબડતોડ રીતે સરકારી પશુ ચિકિત્સક બોલાવી લેવામાં આવ્યા હતાં. પશુ ચિકિત્સક દ્વારા મૃત પામેલા કુતરામાંનુ તાજુ મરેલુ કુતરાનું પી.એમ. હાથ ધરવામાં આવ્યું હતું.

જયારે આ બાબતે ન.પા.ના સફાઇ વિભાગના મૃત પશુ ઉપાડનાર ભરતભાઇ વાલ્મીકીએ જણાવ્યું હતું કે મૃત પામેલા કુતરાના મોંમાંથી સફેદ જીવાતો ઉડી રહી છે તેમજ જોનારા કહ્યા અનુસાર કુતરા મૃત પામ્યા તે પહેલા ધ્રુજારી ઉઠતી હોવાની વાતો થઇ રહી છે.

(11:40 am IST)