સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 31st January 2023

મોરબી : ભારતીય કિસાન સંઘની રજુઆતઃ ખેતીની વીજળી દિવસના આપો

મોરબી,તા.૩૧ : ગુજરાતમાં હાલ કડકકડતી ઠંડીમાં ખેડૂતોને ખેતી માટેની વીજળી આપવા માટેની ઝુંબેશ ચાલે છે ત્‍યારે હાલ મોરબીમાં ભારતીય કિસાન સંઘ દ્વારા ઘ્‍પ્‍ ભુપેન્‍દ્ર પટેલને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે કે, ખેતીની વીજળી દિવસના સમયમાં આપો.

 આ અંગે રજુઆતમાં ભારતીય કિસાન સંઘ-મોરબીના પ્રમુખ જીલેશભાઇ બી. કાલરીયાએ જણાવ્‍યું હતું કે, હાલના સમયમાં ખુબ ઠંડી હોવાના કારણે ખેડુતોને રાતના સમયે પાણી વાળવા જતા ખુબ મુશ્‍કેલી થાય છે, તો રાત્રીના સમય દરમિયાન પાણી વાળતા ખેડુતનુ મુત્‍યુ થયાનું પણ સામે આવતું હોય એવા સમયે ટંકારા તાલુકાના ધારાસભ્‍ય શ્રી દ્વારા પણ બે દિવસ પહેલા આ બાબતે રજુઆત થયેલ હતી પરંતુ તે બાબતમાં કિસાન સંઘની દ્રષ્ટિએ ગેરસમજ ઉભી થાય તેવી છે. તેવુ તેમણે જણાવ્‍યું હતું.

 વધુમાં તેમણે કહ્યું હતું કે, કિસાન સંઘના ખ્‍યાલમાં આવ્‍યું તે મુજબ ધારાસભ્‍યએ એવી માંગણી કરેલ છે કે દિવસની પાળીમાં દિવસના વિજળી મળે અને રાત્રીની પાળીમા પુર્ણ રાત્રીની વિજળી મળે જે રજુઆત અયોગ્‍ય છે રાત્રીએ વિજળી મળવાનો હવે પ્રશ્‍ન જ નથી સરકારે ખેડુતોને દિવસે વિજળી આપવા બાબત બાંહેધરી આપેલી છે. કોરોના પછી સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત સૌરભભાઇ પટેલ જ્‍યારે મોરબીમાં પધારેલા ત્‍યારે તેઓએ મોરબી કિસાન સંઘને ખાતરી આપેલી હતી કે આવતા ૩ વર્ષની અંદર ખેડુતોને સંપુર્ણ દિવસના વિજળી મળે તેવી વ્‍યવસ્‍થા ઉભી થય જશે તો હવે તે મુજબ હવે ૩ વર્ષનો સમય પણ થય ગયો હોય તેથી કિસાન સંઘ દ્વારા ખેડુતોને સંપુર્ણ વિજળી દિવસે પ્રાપ્ત થાય તેવી માંગ કરવામાં આવી છે.

(1:46 pm IST)