કમીગઢનો આરોપી ડ્રાઇવર પકડાયો
અમરેલીઃ છએક માસ પહેલા ગુન્હાના કામના મુખ્ય આરોપી દારૂની બોટલો નંગ ૮૦ સાથે પકડાયેલ હોય જે કામે ચલાલા પોલીસ સ્ટેશનમાં એ-પાર્ટ ગુ.ર.નં.રર૦૪ર૯/ર૦રર પ્રોહી એકટ કલમ-૬૬ (એ)(ઇ), ૧૧૬ (બી) મુજબનો ગુન્હો રજી. થયેલ હોય અને આ ગુન્હાના કામે વધુ તપાસમાં દારૂની બટલો સપ્લાઇ કરવામાં ખુલેલ હોય જે કામે મજકુર ઇસમ પોલીસ સમક્ષ હાજર ન થઇ નાસતો ફરતો હોય જેને અમરેલી તાલુકાના કમીગઢ ગામ મુકામેથી હસ્તગત કરેલ. ચલાલા પોલીસ સ્ટેશન એ-પાર્ટ ગુ.ર.નં.રર૦૪ર૯/ર૦રર પ્રોહી એકટ કલમ-૬૬ (૧) બી. ૬પ (એ)(ઇ), ૧૧૬ (બી) મુજબના કામે સાગર ઉર્ફે સાવન ઉર્ફે દિનેશભાઇ રાઠોડ ઉ.ર૭, ધંધો, ડ્રાઇવીંગ, રહે કમીગઢને ઝડપી લીધો છે.ે આ કામગીરીના અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહની સુચના હેઠળ કે.જી.મથા(ગઢવી) પો.સબ ઇન્સ. પેરોલ ફર્લો સ્કવોર્ડ તથા એસએસઆઇ. શ્યામકુમાર બગડા, પો.કોન્સ. જીજ્ઞેશભાઇ પોપટાણી, નરેશભાઇ લીંબડીયાએ રીતેના જોડાયેલ હતા.