વાંકાનેર પાસે ડ્રગ્સના જથ્થા સાથે પકડાયેલ ઓમપ્રકાશ ચૌધરી ૪ ફેબ્રુ. સુધી રીમાન્ડ પર
(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા. ૩૧: વાંકાનેર તાલુકાના ભાયાતી જામ્બુડીયા ગામ નજીક આવેલ કારખાનાની ઓરડીમાંથી પોલીસે એક ઈસમને લાખોના ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધા બાદ કોર્ટમાં રજુ કરતા કોર્ટે આગામી તા. ૦૪ ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે.
મોરબી એલસીબી ટીમે બાતમીના આધારે ભાયાતી જાંબુડિયા ગામની સીમમાં આવેલ આદિત્યરાજ રીફેકટરીઝ નામના કારખાનામાં દરોડો કર્યો હતો જેમાં ઓરડીમાંથી એમડી ડ્રગ્સનો ૧૩૬.૨૦ ગ્રામ કીમત રૂ ૧૩.૬૨ લાખનો જથ્થો મળી આવતા પોલીસે ડ્રગ્સ, રોકડ ૫૦,૫૦૦ તેમજ વજનકાંટા સહીત ૧૪.૧૮ લાખનો મુદામાલ જપ્ત કરી આરોપી ઓમપ્રકાશ હનુમાનરામ ચૌધરી રહે મૂળ રાજસ્થાન વાળાને ઝડપી લીધો હતો. જે આરોપીને કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજુ કરવામાં આવતા કોર્ટે તા. ૪ ફેબ્રુઆરી સુધીના પોલીસ રિમાન્ડ પર સોપ્યો છે ત્યારે આરોપીએ ક્યાંથી ડ્રગ્સનો જથ્થો મેળવ્યો અને કોને વેચ્યો હતો તે દિશામાં પોલીસ વધુ તપાસ ચલાવશે.