વડિયા સરદાર પટેલ વિદ્યાલયમાં પ્રજાસત્તાક પર્વની ભવ્યતાથી ઉજવણી
વડિયાઃ ૭૪માં પ્રજાસતાક પર્વ ની વડીયા સરદાર પટેલ વિદ્યાલયમાં ધામધૂમ થી ઉજવણી કરી મુખ્ય મહેમાન મનોજભાઈ દવે અનીડાવાળા એ ધ્વજવંદન કરી ને કાર્યક્રમ ની શરૂઆત કરી કાર્યક્રમ માં પ્લેહાઉશ થી લઇ ને ધોરણ ૮ સુધી ના તમામ બાળકો એ કાર્યક્રમમાં ભાગ લઇને શાળાનું ગૌરવ વધાર્યું છે.
આ કાર્યક્રમ ને સફળ બનાવવા શાળા પરિવારના બહેનો રીમાબેન પંડ્યા રીચાબેન પંડ્યા જેનશીબેન સાવલિયા કળપાલીબેન જોશી અમિષાબેન ડોબરીયા રશ્મીબેન રાખોલીયા ધર્મિષ્ટાબેન લાખાણી ક્રિષ્નાબેન પીઠવા માલવિકાબેન ગેવરિયા મોનાબેન ઉનડકટ શીતલબેન ચાવડા તમામ બહેનો ની મહેનત થી બાળકો ને તૈયારી કરાવી ને કાર્યક્રમ ને સફળ બનાવવા માં મુખ્ય ભૂમિકા હતી તમામ બહેનો ને કાર્યક્રમ ની તૈયારી નું પૂરું માર્ગદર્શન શાળા ના ટ્રષ્ટી હેતલબેન સાદરાણી અને શીતલબેન ગણાત્રાએ આપેલ હતુ.