સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 31st January 2023

ધોરાજીના દારૂલ ઉલૂમ મીશકીનીયાહ એ મદ્રાસામાં સ્‍વાતંત્ર પર્વની ઉજવણી

ધોરાજી : ધોરાજીના દારૂલ ઉલૂમ મીશકીનીયાહ એ મદ્રાસા માં સ્‍વાતંત્ર પર્વની ઉત્‍સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી. ધોરાજી સ્‍વાતંત્ર પર્વને લઇને અનેરો આનંદ અને ઉત્‍સાહ  જોવા મળી રહ્યો હતો. જ્‍યારે શહેરની ૧૦૦ વર્ષ જુની મીશકીનીયાહ એ મદ્રેસામાં સ્‍વાતંત્ર દિવસ ની આન બાન શાન થી  ઉજવણી કરવામાં આવી હતી જેમા ધ્‍વજ વંદન કરવામા આવેલ હતુ અને હાજી અફરોઝભાઈ લકકડકુટા, એ રાષ્‍ટ્રીય ગીતો ગાઈ આઝાદીની લડતમાં શહીદ થયેલ શહીદોને યાદ કરવામા આવેલ હતુ. પ્રિન્‍સિપાલ ગુલામ ગોષ અલવી સાહેબ ધોરાજી નગરપાલિકા ઉપપ્રમુખ ઈમ્‍તિયાઝ પોઠીયાવાલા તેમના વર્દે હસ્‍તે ધ્‍વજ વંદન કરવામાં આવ્‍યું હતું  આ તકે સંસ્‍થા ના હોદ્દેદારો  હાજી અફરોઝભાઈ લકકડકુટા, બાસીતભાઈ પાનવાલા, હમીદભાઈ ગોડીલ,  નૌશાદભાઈ ગોડીલ, ઈકરામભાઈ ચીડીમાર, સીરાજભાઈ ઘાયા, રફીકભાઈ તુંમબી  સહીતના તેમજ સંસ્‍થા ના તમામ વિદ્યાર્થીઓ એ હાજરી આપી હતી. (તસ્‍વીર-કિશોરભાઇ રાઠોડ,ધોરાજી)

(10:44 am IST)