સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 31st January 2023

ધ્રાંગધ્રાની રાજસીતાપુર ગામની હાઇસ્‍કુલનુ નવુ બિલ્‍ડીંગ ખુલ્લુ મુકાયુ

વઢવાણ : ધ્રાગધ્રાના રાજસીતાપુર ગામની હાઇસ્‍કુલની ઈમારત જર્જરિત થયા બાદ વિદ્યાર્થીઓને ભણવા માટે મુશ્‍કેલી પડી રહી હતી. આ બાબતની સ્‍કૂલના આચાર્ય રામદેવસિંહ પરમાર, સરપંચ વશરામભાઇ રબારી સહિતના ગ્રામજનોએ ઓમેક્ષ કોટ્‍સપીનના જયેશભાઈપટેલને મદદ કરવા રજૂઆત કરી હતી. ગામના વિદ્યાર્થીઓ ઘેરબેઠાં ભણી શકે એ માટે તેઓએ સૌથી મોટું યોગદાન આપી સ્‍કુલનું નવું બિલ્‍ડીંગ બનાવી નિર્માણ કાર્ય શરૂ કરવા જણાવ્‍યું હતું. ત્‍યારબાદ ગામજનો અને સ્‍કૂલમાં ભણેલા વિધાર્થીઓએ પણ યથાયોગ્‍ય ફળો આપ્‍યો હતો. આ સ્‍કુલનું નામ પટેલ હીરાભાઈ મોહનભાઈ પટેલ આપી શનિવારે સ્‍કૂલને ખુલી મુકાઈ હતી. આમ જયેશભાઈ પટેલના દાદા સ્‍વ.મોહનભાઈ દેવશીભાઇ પટેલના નામે જૂના દેવળીયામાં હાઇસ્‍કુલ, દાદી સ્‍વ. જબુબેન પટેલના નામે ઉમા સંકુલમાં ગર્લ્‍સ વિભાગનું નિર્માણ અને પિતા હીરાભાઈ પટેલના નામે રાજસીતાપુર હાઈસ્‍કુલનું નિર્માણ કરાતા આ વિસ્‍તારના લોકોને અનોખી પ્રેરણા મળી છે. હીરાભાઈ પટેલ પરિવાર દ્વારા રાહતદરે ધ્રાંગધ્રામાં ઓમેક્ષ હોસ્‍પિટલ પણ ચલાવાઈ રહી છે અને ખેલકૂદમાં કોઈપણ ખેલાડી પસંદગી પામે તો ખેલાડીને ઉચ્‍ચકક્ષા સુધીની તમામ વ્‍યવસ્‍થા જયેશભાઈ દ્વારા કરાતી હોવાથી આ પરિવાર શિક્ષણ, આરોગ્‍ય સાથે સાથે રમતગમત ક્ષેત્રે પણ ઉમદા કામગીરી કરી રહ્યો છે. (તસ્‍વીર-અહેવાલ : ફઝલ ચૌહાણ, વઢવાણ)

(10:43 am IST)