સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 31st January 2023

સુરેન્‍દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાથી ધંધુકાના ભડિયાદ પીરની દરગાહે જવા માટે પદયાત્રા

વઢવાણ : સુરેન્‍દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા થી ધંધુકાના ભડિયાદ પીરની દરગાહે જવા નીકળેલી પદયાત્રા આજે મોરબી હળવદ ધ્રાંગધ્રાના તમામ મુસ્‍લિમ સમાજ દ્વારા  ધંધુકામાં આવેલ ભડિયાદ પીરની દરગાહ ખાતે કોમી એકતાના પ્રતીક સમાન હઝરત શહીદ મહેમુદશાહ બુખારીના ઉર્ષનું આયોજન કરવામાં આવ્‍યું છે. ત્‍યારે ધંધુકા ખાતે ઉર્ષમાં જવા માટે ધ્રાંગધ્રા થી મુસ્‍લિમ બિરદારો પગપાળા ચાલીને મેદની નીકળી હતી અને આ પગપાળા મેદનીમાં ધ્રાંગધ્રાના મુસ્‍લિમ બિરદારો દ્વારા મેદનીનું સ્‍વાગતકર્યું હતું અને આજે સવારે મોરબી હળવદ ધાંગધ્રા સહિત તમામ કમિટીના લોકો સાથે મળીને ધ્રાંગધ્રા રાજમાર્ગો  સીતા દરવાજા શક્‍તિ ચોક રાજકમલ ચોક બાભા શેરી થઈને આંબેડકર સર્કલ પહોંચી બાબા સાહેબ ના સ્‍ટેચ્‍યુને ફુલહારથી સન્‍માન કરવામાં આવ્‍યું હતું તીયારે  મેદની કમિટી દ્વારા ધ્રાંગધ્રા પોલીસ ડિપાર્ટમેન્‍ટ નું પણ સન્‍માન કરવામાં આવ્‍યું હતું તીયારે ધંધુકા ખાતે કોમી એકતાના પ્રતિક સમાન હઝરત શહીદ પીર મહેમુદશાહ બુખારી નાં ઉર્ષમાં હાજરી આપવા માટે ધ્રાંગધ્રા થી મુસ્‍લિમ બિરાદરોની પગપાળા મેદની નીકળી હતી.  (તસ્‍વીર-અહેવાલ : ફઝલ ચૌહાણ, વઢવાણ)

(10:40 am IST)