News of Tuesday, 31st January 2023
સરધારનાં ૧૦૮ ઈએમટી અને પાયલોટનું સન્માન કરાયું
આટકોટ : રાજકોટ જિલ્લા ના ધોરાજી તાલુકા ખાતે જિલ્લા કક્ષાનો ‘‘૭૪ પ્રજાસતાક દિન''ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાજકોટ જિલ્લાના પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠક્કરની દેખરેખ નીચે સરધાર ૧૦૮ના EMT કાળુભાઇ ગોહીલ અને પાઇલોટ સુરેશભાઇ દવેરાને વર્ષ દરમિયાન બેસ્ટ કેર, બેસ્ટ પરફોર્મન્સ કરેલ તે બદલ પ્રજાસતાક દિન નિમિતે ગુજરાત વિધાનસભાના અઘ્યક્ષ શંકરભાઈ ચૌધરી તથા રાજકોટ જિલ્લાના કલેકટર અરૂણ મહેશ બાબુ(IAS),ના હસ્તે સેવિયર એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવેલ આ તકે રાજકોટ જિલ્લાના IAS, S.P. કલેકટર, ૧૦૮ના અધિકારી અભિષેક ઠક્કર, eme દર્સિત પટેલ તથા જયેન્દ્ર ઉપસ્થિત રહ્યાં હતા. (તસ્વીર-અહેવાલ : કરશન બામટા, આટકોટ)
(10:36 am IST)