News of Wednesday, 31st January 2018
જસદણમાં કોંગ્રેસના ચૂંટણી નિરીક્ષક તરીકે ભાવનગરના પ્રતાપસિંહ બારડની વરણી
ભાવનગર તા૩૧: રાજકોટ જીલ્લાની જસદણ નગરપાલિકાની યોજાનારી ચુંટણી સંદર્ભે કોંગ્રેસ પક્ષે પણ આ દિશામાં કાર્યવાહી આગળ ચલાવી છે જસદણ નગરપાલિકા ચુંટણીની તમામ જવાબદારી અને નિરીક્ષક તરીકે ભાવનગરનાં પ્રતાપસિંહ વીરસિંહ બારડને સોંપવામાં આવી છે.
આ નિમણુંક ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના પ્રમુખશ્રી ભરતસિંહજીના આદેશથી કરવામાં આવી છે. પ્રતાપસિંહ બારડે અગાઉ પણ સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી તરીકે છેલ્લી બે ટર્મથી ફરજ બજાવી છે. તથા હાલમાં પણ પ્રદેશના મહામંત્રી તરીકે ફરજ બજાવે છે.
(11:47 am IST)