સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 30th November 2022

મોંઘવારી, જાતિવાદ, ભષ્ટાચારને નાબુદ કરવાની 'આપ'ની નેમઃ વિક્રમ સોરાણી

વાંકાનેર વિધાનસભા બેઠક માટે ત્રિપાંખીયો જંગ

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા., ૩૦: ૬૭-વાંકાનેર વિધાનસભા બેઠક માટે જામેલા ત્રિપાંખીયા જંગમાં  વાંકાનેર બેઠકમાં 'આપ'ના ઉમેદવાર વિક્રમભાઇ સોરાણી ઠેર ઠેર ચૂંટણી પ્રવાસ કરી રહયા છે.

આમ આદમી પાર્ટી મોંઘવારી, જાતિવાદ અને ભ્રષ્ટાચારને નાબૂદ કરવાની નેમ ધરાવે છે. 'આપ' પક્ષ કટ્ટર ધાર્મિકવાદને જાકારો આપે છે. પણ આસ્થાને માને છે. આ બેઠકના ઉમેદવાર  વિક્રમભાઇ સોરાણી જ્યારે ચૂંટણી ફોર્મ ભરવા વાંકાનેર આવ્યા ત્યારે તેઓએ ફોર્મ ભરતા પહેલા વાંકાનેર આસ્થાનું કેન્દ્ર એવી શાહબાવા દરગાહે માથુ ટેકવ્યા બાદ ફોર્મ ભરી સીધા માટેલ ખોડીયાર માતાના મંદિરે માથુ ટેકવી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા. પક્ષના મુખ્ય નેતા એવા કેજરીવાલના રોજગાર ગેરેંટી કાર્ડ, વિજળી ગેરેંટી કાર્ડ અને મહિલા ગેરેંટી કાર્ડનું આ વિધાનસભા બેઠકમાં ખૂબ મોટા પ્રમાણમાં નોંધણી કાર્ય થયું છે કે લોકોમાં આમ આદમી પાર્ટીમાં  જબ્બર લોકચાહના છે. લોકોની ચર્ચાઓમાં મધ્યમ વર્ગના લોકો એવું કહી રહ્યા છે કે, જો કેજરીવાલને વોટ આપીશું તો પાંચ વર્ષમાં પરિવારના બજેટમાં કેટલા બધા રૃપિયા બચશે ? વાંકાનેર બેઠકનો ભૂતકાળ એવો રહ્યો છે કે આ વિધાનસભા બેઠકમાં બહુમતિ મતદાર વર્ગ કોળી સમાજનો હોઇ, કોળી ઉમેદવારનું અલગ જ પ્રભુત્વ રહ્યું છે. વળી આ પણ નકારી ન શકાય તેવી વાસ્તવિકતાનો ભૂતકાળ રહ્યો છે.

(2:00 pm IST)