સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 29th November 2022

મોરબી : ત્રણ વિધાનસભા બેઠક પર સાંજે પ્રચાર પડઘમ શાંત, હવે ગ્રુપ મીટીંગનો ધમધમાટ.

ગુજરાત વિધાનસભા ચુંટણીમાં પ્રથમ તબક્કાનું તા. ૦૧ ડીસેમ્બરના રોજ મતદાન યોજાનાર છે જેને પગલે આજે સાંજથી પ્રચાર પડઘમ શાંત થઇ જશે અને હવે ગ્રુપ મીટીંગનો ધમધમાટ જોવા મળશે

મોરબી જીલ્લામાં આવતી મોરબી-માળિયા, ટંકારા-પડધરી અને વાંકાનેર-કુવાડવા વિધાનસભા બેઠક પર તા. ૦૧ ના રોજ મતદાન થવાનું છે જેના પગલે આજે સાંજે ૫ કલાકે પ્રચાર પડઘમ શાંત થઇ જશે આજે સાંજે પ્રચારના ભૂંગળા શમી ગયા બાદ ગ્રુપ મીટીંગનો દોર જોવા મળશે અને છેલ્લી ઘડી સુધી મતદારોનું સમર્થન મેળવવા રાજકીય પક્ષો વિવિધ પેતરા અજમાવતા જોવા મળશે
મોરબી જીલ્લાની ત્રણેય બેઠક પર પ્રચાર પડઘમ શાંતિ થઈ જશે જોકે મતદારોએ મન કળવા દીધા નથી ત્યારે નાકની લડાઈ સમાન મોરબી બેઠક પર શું થશે, મતદારો કોની તરફ ઝુકશે તે અંગે રાજકીય નિષ્ણાતો પણ સ્પષ્ટ ભવિષ્યવાણી કરી શક્યા નથી

(12:35 am IST)