સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 30th November 2021

રવિન્દ્રસિંહ સાથે લગ્ન થતા પાયલોટ બનવાનું સ્વપ્ન અધુરૂ રહી ગયેલ : રિવાબા જાડેજા

સ્ત્રીશકિતકરણ અંગે મીટીંગોમાં જામનગર જીલ્લાના ૭૪ ગામોમાં જઇને મહિલાના પ્રશ્નો સાંભળતા રિવાબા જાડેજા

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા. ૩૦: તાલુકાના મોટા વાગુદડ ગામ ખાતે ક્ષત્રિય સમાજ નુ ગૌરવ એવા ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજા ના ધર્મ પત્ની રિવાબા જાડેજા દ્વારા સ્ત્રી સશકિતકરણ અંગે મિટિંગ કરી હતી અને આ મિટિંગમાં બહેનોને  રોજબેરોજ પડતી પાયાની તકલીફો વિશે ચર્ચા કરવામાં આવેલ અને આ તકલીફ નો સામનો કેવી રીતે કરવો અને કેવી રીતે આ સમાજ મા ટકી રહેવુ બહેનોએ પગભર થવું હોય તો કેમ થવુ તે અંગે માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ હતું..   રિવાબા જાડેજા એ પોતાના અને પોતાના પતિ રવિન્દ્રસિંહ જાડેજા ના ભુતકાળ ને પણ વાગોળતા જાણાવેલ કે તેવો નુ સપનું હતુ કે તેવો દેશ ની સેવા કરે અને એના માટે તેવો એ આર્મીમાં પાયલોટ બનાવા નુ નક્કી કરેલ પરંતુ સંજોગો એવા બન્યા કે તેમ ના મેરેજ રવિન્દ્રસિંહ જાડેજા સાથે થતા તેવોનુ સપનું અધુરું રહી ગયું અને જેથી તેવો એ બોર્ડર પર દેશ ની સેવા ન થઈ શકી તો કઈ નહીં પરંતુ સમાજ માં રહી ને સમાજની સેવા કરવાનો નિર્ણય કરેલ અને રવિન્દ્ર સિંહ જાડેજા પણ એક ગરીબ પરીવારમાંથી આવે છે અને હાલ તેની મહેનતથી તે દુનિયા ભરમા દેશ નુ નામ રોશન કરે છે માણસ માં જો આત્મવિશ્વાસ હોય અને જો મહેનત કરે તો તે બધું જ કરી શકે તેનું ઉદાહરણ પોતા ના પરિવાર પરથી જ આપી બહેનો નો આત્મવિશ્વાસ મજબૂત કરેલ   હાલ રિવાબા જાડેજા દ્વારા જામનગર જિલ્લાના લગભગ ૭૪ થી પણ વધુ ગામોમા જઇ ને મહિલા ઓ ને પડતી મુશ્કેલી અંગે ચર્ચા ઓ કરી ને હજારો બહેનો ને ઉપયોગી થયા છે રિવાબા જાડેજા દ્વારા મોટા વાગુદડ અને નાના વાગુદડ ગામની મુલાકાત થી બહેનો માં એક ખુશી નો માહોલ જોવા મડીયો હતો આ સમગ્ર આયોજન ધ્રોલ તાલુકા ભાજપ પુર્વ પ્રમુખ ડો.રાજેન્દ્ર સિંહ જાડેજા અને નાના વાગુદડ સરપંચ યુવરાજ સિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું તેમ યાદીમા જણાવ્યુ હતુ.

(12:42 pm IST)