સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 30th November 2021

પોલીસ ફરીયાદ કેમ કરી તેમ કહી છરી વડે જામનગરમાં જીવલેણ હુમલો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૩૦: અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં વિજય ઉર્ફે વિજલો કેશુભાઈ વરાણીયા, ઉ.વ.૩૬, રે. શંકર ટેકરી, સુભાષપરા શેરી નં.ર, ભાણુભાની દુકાન સામે, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા. ર૯–૧૧–ર૦ર૧ ના દિ.પ્લોટ–૪૯ રોડ ગટર રીસાયકલીન પાસે, જામનગર માં ત્હોમતદાર અનવર કાસમ ખફી તથા ઈકબાલ કાસમ ખફી વિરૂઘ્ધ ફરીયાદી વિજય તથા તેના ઘરના સભ્યોએ સીટી ભએભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં તથા સીટી ભસીભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં બે ત્રણ દિવસ પહેલા પોલીસ ફરીયાદ કરેલ હોય તેમજ આરોપીઓ યુવરાજસિંહ મહોબતસિંહ કયોર, અનવર કાસમ ખફી, ઈકબાલ કાસમ ખફી, રે. જામનગરવાળા ના ઘર પાસે ચાર પાંચ દિવસ પહેલા પોલીસે જુગારની રેઈડ કરેલ હોય તેનું મનદુઃખ રાખી ગુન્હાહીત કાવતરૂ રચી આરોપીન યુવરાજસિંહ મહોબતસિંહ કયોર ને ફરીયાદી વિજય ઉપર વોંચ રાખવા પાછળ મુકતા આજરોજ ફરીયાદી વિજય તથા તેનો ભત્રીજો પોતાનું અકસેસ મોટરસાયકલ ચલાવીને જતા હતા ત્યારે આરોપી યુવરાજસિંહ એ પોતાના લાલ કલરના એકસેસ મોટરસાયકલ સાથે ફરીયાદી વિજયભાઈના મોટરસાયકલને ઓવર ટેક કરી ગાળો ભુંડા બોલી કહેલ કે અમારા શેઠ અનવરભાઈ ખફી તથા ઈકબાલભાઈ ખફી ઉપર તમે કેમ ફરીયાદો કરો છો તમને મારી નાખવા છે તેમ ધમકી આપી આરોપી યુવરાજસિંહ કયોર એ પોતાના પાસેથી છરી કાઢી ફરીયાદી વિજયભાઈના ભત્રીજા સુમીતને માથામાં તથા કપાળના ભાગે બે છરીના ઘા મારી ફરીયાદી વિજયભાઈ તથા સાહેદનું ખુન કરવાની કોશીષ કરી કાન ઉપર તથા આંગળા ઉપર નાની મોટી ગંભીર ઈજાઓ કરી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

ફોન પર ધમકી આપી માર માર્યાની રાવ

અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રવિણસિંહ વાઘજીભાઈ જાડેજા, ઉ.વ.૪ર, રે. રામેશ્વરનગર, નિર્મળનગર, શેરી નં.૪ ના છેડે, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૯–૧૧–ર૦ર૧ ના ફરીયાદ પ્રવિણસિંહને આરોપી અનોપસિંહ જાડેજા એ ફોન પર ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી તથા આરોપી રવીરાજસિંહ અનોપસિંહ જાડેજા એ ફરીયાદી પ્રવિણસિંહને ડાબા હાથન કોણીના ભાગે લોખંડનો પાઈપ મારી ફેકચર તથા ટાંકા આવે તેવી ઈજા કરી તથા આરોપી યુવરાજસિંહ અનોપસિંહ જાડેજા એ ફરીયાદી પ્રવિણસિંહને ઢીકાપાટુનો માર મારી ઈજા કરી એકબીજાની મદદગારી કરી જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

ટ્રકે રેકડી ચાલકને હડફેટે લેતા ઈજા

પંચ એ પોલીસ સ્ટેશનમાં હાસમભાઈ ફકીરમામદ સમેજા, ઉ.વ.૪૦, રે. જોડીયા ભુંગા ભડાલા પાડો, જામનગરવાળા એ ફરીયાદ  નોંધાવી છે કે, તા.૧૯–૦૯–ર૦ર૧ ના માધાપર ભુંગા ચોકડી ડેરી પાસે રોડ પર ફરીયાદી હાસમભાઈ પોતાની શાક બકાલાની રેકડી લઈ રોડ ક્રોસ કરી ઘરે જતા હોય તે વખતે આરોપી ટોરસ ટ્રક નં. જી.જે.૧૦–ટી.એકસ–૧પર૧ ના ચાલકે પોતાનો ટોરસ ટ્રક પુરઝડપી બેફીકરાઈ ગફલત ભરી રીતે ચલાવી ફરીયાદી હાસમભાઈને હડફેટે લઈ પછાડી દઈ ટ્રકના પાછળનો વ્હીલનો જોટી ફરીયાદી હાસમભાઈના જમણા પગ પર ફેરવી દઈ ગંભીર ઈજા કરી ગુનો કરેલ છે.

દારૂની ૧ર બોટલ સાથે ઝડપાયો : એક ફરાર

અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. યોગેન્દ્રસિંહ નીરૂભા સોઢા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૯–૧૧–ર૦ર૧  જામનગરના રણજીતસાગર રોડ, મારૂ કંસારા હોલની પાછળ, મંગલધામ આલાપ સોસાયટીમાં રહેતા આરોપી અજયસિંહ દેવાજી જાડેજાના રહેણાક મકાને ગેરકાયદેસર પાસ પરમીટ વગર પોતાના કબ્જા ભોગવટાના રહેણાક મકાનમાં ભારતીય બનાવટની વિદેશી કાચની કંપની શીલબંધ બોટલ નંગ–૧ર, કિંમત રૂ.૬,૦૦૦/– નો મુદામાલ સાથે રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે. તથા દારૂ પુરો પાડનાર આરોપી મહાવીરસિંહ દેવાજી જાડેજા ની અટક બાકી હોય આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(1:06 pm IST)