મહારાષ્ટ્રમાં અખિલ ભારતીય કોળી સમાજની કારોબારી રાષ્ટ્રીય અધ્યક્ષ કુંવરજીભાઇ બાવળીયાની અધ્યક્ષતામાં યોજાઇ
સંગઠન મજબુત કરવુ, કુરીવાજો નાબુદ કરવા, સંસ્થાના સ્થાપનાની સુવર્ણ જયંતિ મહોત્સવની ઉંજવણી સહિતના મુદે્ ચર્ચા-વિચારણા

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા. ૩૦ ઃ.. અખિલ ભારતીય કોળી સમાજ (રજી.) નવી દિલ્હીની રાષ્ટ્રીય કારોબારીની મીટીંગ રાષ્ટ્રીય અધ્યક્ષ કુંવરજીભાઇ બાવળીયાના અધ્યક્ષ સ્થાને તાજેતરમાં મહારાષ્ટ્રના થાણા ખાતે મળી હતી.
ઉંલ્લેખનીય છે કે આ સંસ્થાની સ્થાપના ૧૯૭૧ માં થઇ હતી દેશમાં હાલ સંસ્થાના જણાવ્યા મુજબ હાલ દેશમાં કોળી સમાજની ૧૪ ટકા વસ્તી છે જેમાં જુદા-જુદા પ્રદેશનાં અનુ. જાતિ, પછાત વર્ગ, અને અનુ. જનજાતિ હેઠળ સમાવેશ થાય છે.
થાણા ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષ કુંવરજીભાઇ બાવળીયાના અધ્યક્ષ સ્થાને મળેલ રાષ્ટ્રીય કારોબારીની મીટીંગમાં ૧ર રાજયોનાં પ્રદેશ પ્રમુખો સહિત દેશભરમાંથી મોટી સંખ્યામાં સંસ્થાનાં હોદેદારો ઉંપસ્થિત રહ્યા હતાં.
આ મીટીંગમાં આગામી દિવસોમાં સંગઠનને મજબુત કરવા, કુરીવાજો નાબુદ કરવા, સમાજનાં વિદ્યાર્થીનો શિક્ષણથી વંચિત ન રહે અને ઉંચ્ચ શિક્ષણ પ્રા કરે તે માટે પ્રયાસો કરવા અને આગામી વર્ષે સંસ્થાનાં સ્થાપનાનાં પ૦ વર્ષ પુર્ણ થતાં હોય દેશભરમાં સુવર્ણ જયંતિ મહોત્સવ ઉંજવવાનું નકકી કરવામાં આવ્યું હતું.
મીટીંગ બાદ એક જનરલ સભાનું પણ આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં મોટી સંખ્યામાં સમગ્ર દેશમાંથી મોટી સંખ્યામાં કોળી સમાજનાં આગેવાનો ઉંપસ્થિત રહ્યા હતાં.