સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 30th November 2021

મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ફોર્મ ભરવાનું શરૂ.

સરપંચ અને સભ્યોની દાવેદારી માટે ફોર્મ ઉપાડવા ઉમેદવારોનો ભારે ઘસારો, રવાપર ગામમાં સૌથી વધુ ૫૦ ફોર્મ ઉપડ્યા

મોરબી : મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણી માટે અજેથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને સરપંચ અને સભ્યોની દાવેદારી માટે ફોર્મ ઉપાડવા ઉમેદવારોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે.જ્યારે મોરબીને અડીને આવેલા રવાપર ગામમાં સૌથી વધુ ૫૦ ફોર્મ ઉપડ્યા હોવાનું જાણવા મળે છે.
મોરબી જિલ્લામાં આગામી સમયમાં ૩૧૫ ગ્રામ પંચાયતની યોજનાર ચૂંટણીઓ માટે હવે આજથી નામાંકન પત્રો ભરવાનું શરૂ થઈ ગયું છે.જેના માટે ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે અને પાંચ ગામ વચ્ચે એક ચૂંટણી અધિકારી અને એક મદદનીશ ચૂંટણી અધિકારીની નિમણુંક કરી દેવામાં આવી છે. અધિકારીઓ પાસેથી અલગ અલગ ગામોના સરપંચ અને સભ્યોની દાવેદારી માટે ઉમેદવારોએ ફોર્મ ભરવાનું શરું કરી દીધું છે. જેમાં મોરબી તાલુકા પંચાયતમાં સૌથી વધુ ગામોના ફોર્મ ભરાશે. આ ઉપરાંત જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, મામલતદાર કચેરી, જિલ્લા પંચાયત કચેરીએ પણ ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ઉમેદવારોએ ફોર્મ ઉપાડવાનું શરૂ કરી દીધું છે.જેમાં મોરબીના એક જ રવાપર ગામમાં ૫૦ ફોર્મ ઉપડ્યા છે.સૌથી વધુ વિકસિત ગામમાં અનેક ઉમેદવારો ચૂંટણીમાં ઝંપલવતા અત્યાર સુધી 58 ફોર્મ ઉપડ્યા છે.જેના સરપંચ અને સભ્યોની દાવેદારીના છે.

(11:26 am IST)