સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 30th November 2021

કાલાવડ નગરપાલિકા વોર્ડ નંબર ૩ની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવારની જીત

(કમલેશ આશરા દ્વારા) કાલાવડ, તા. ૩૦ :. નગરપાલિકાના વોર્ડ નંબર ૩ના એક બેઠકની પેટામાં ભાજપના પરેશ દામજી કાછડીયા અને કોંગ્રેસના ઉમેદવાર અબ્દુલ અજીજ સમાએ ઉમેદવારી કરી હતી. તા. ૨૮ના રોજ યોજાયેલ મતદાનમાં કુલ ૩૫૦૨ મતદાર પૈકી ૨૩૩૮ મતદારોએ મતદાન કર્યુ હતુ. આજ રોજ મામલતદાર કચેરી ખાતે યોજાયેલ મત ગણતરીના અંતે ભાજપના ઉમેદવાર પરેશ કાછડિયાને વિજેતાને જાહેર કરવામાં આવ્યા હતા. ૨૮ બેઠકની નગરપાલિકામાં ભાજપની ૧૯ બેઠક થઈ છે. વિજેતા ઉમેદવારને ભાજપ શહેર પ્રમુખ હસુભાઈ વોરા, મહામંત્રી મહેશભાઈ સાવલીયા, વિનુભાઈ રાખોલીયા સહિતના હોદેદારો અને કાર્યકરોએ અભિનંદન આપ્યા હતા.

(11:25 am IST)