News of Tuesday, 30th November 2021
હળવદમાં સેલ્સ એજન્સીમાં ખાતર પાડતા તસ્કરોઃ ટેબલના ખાનામાંથી ૩૦ હજાર રોકડા ચોરી ગયા
(દિપક જાની દ્વારા) હળવદ,તા. ૩૦: શિયાળાના પગરવ શરૂ થવાની સાથે જ હળવદમાં તસ્કરોએ દસ્તક દીધા છે જેમાં સરા રોડ ઉપર આવેલ એક એજન્સીમાં ખાતર પાડી તસ્કરો રૂપિયા ૩૦ હજારની રોકડ ઉઠાવી જવામાં સફળ થયા છે.
ચોરીની ઘટના અંગે હળવદ પોલીસ મથકમાંથી જાણવા મળતી વિગતો મુજબ હળવદના સરા રોડ ઉપર ઓમ એજન્સી નામની દુકાનમાં તા.૨૮ની રાત્રીના તસ્કરો ટેબલના ખાનામાં રાખેલ રોકડા રૂપિયા ૩૦ હજાર ચોરી જતા એજન્સી માલિક પીન્ટુભાઇ સુરેશભાઇ ઠક્કરે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ઘટનામાં પોલીસે અજાણ્યા તસ્કર વિરુદ્ઘ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
(11:25 am IST)