સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 30th November 2021

મોરબીના આમરણ ગામે બે જૂથ વચ્ચે મારામારી, સામસામી ફરિયાદ નોધાઇ. ક્રુજર ગાડીમાં પેસેન્જર ભરવા બાબતે થયેલ બોલાચાલીનો ખાર રાખીને મારામારી

મોરબી તાલુકાનાં આમરણ ગામે અગાઉ ક્રુજર ગાડીમાં પેસેન્જર ભરવા બાબતે થયેલ બોલાચાલીનો ખાર રાખીને મારામારી થઇ હોય અને બંને પક્ષમાં ઈજા થઇ હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં નોંધાઈ છે તો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
 મળતી માહિતી મુજબ મોરબીના આમરણ ગામે રહેતા દાવલશા વાસમાં રહેતા જાવીદમીયા બસીરમીયા બુખારી જાતે સૈયદ (ઉ.૩૫) વાળાએ ઇદ્રીશમીયા અબ્બાસમીયા બુખારી, અસરફમીયા અબ્બાસમીયા બુખારી, ગુલામ હુસૈન અસરફમીયા બુખારી, સલીમમીયા સમસુદીન બુખારી અને સબ્બીરમીયા ઉર્ફે જમાદાર અકબરમીયા બુખારી(રહે. બધા આમરણ)  દાવલશા વાસ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ હતું કે  અગાઉ ક્રુજર ગાડીમાં પેસેન્જર ભરવા બાબતે થયેલ બોલાચાલીનો ખાર રાખી આરોપીઓએ એક સંપ કરીને જીવલેણ હથિયારો ધારણ કરીને હુમલો કર્યો હતો અને ઇદ્રીશમીયા અબ્બાસમીયા બુખારીએ લોખંડના પાઇપ વડે તેમજ બાકીના શ્ખ્સોએ લાકડાના ધોકા સાથે આવી ક્રૂઝર ગાડી નં. જીજે ૩૭ ટી ૫૪૫૬ વાડીનો કાચ તોડી નાખ્યો હતો અને મુંઢ માર મારીને ઇજા કરી હતી તેમજ સાહેદ યાસીનમીયા બુખારી છોડાવવા આવતા તેને આરોપીઓએ લોખંડના પાઇપ વડે માર માર્યો હતો તેમજ ફરીયાદીના મામાના દિકરા વસીમમીયા બુખારીના ઘર પાસે પડેલ રીક્ષાનો કાચ તથા હુડ તોડી નાખ્યું હતું અને વસીમમીયા બુખારીને પાઇપ વડે મારી જમણા હાથની વચલી આંગળીમાં ઇજા કરી હતી અને સબાનાબેન બુખારીને પણ માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી.

(11:15 am IST)