સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 30th November 2021

ગારીયાધાર વતની સુરત રહેતા પરિવારની પુત્રી સુરભી શેખપરાએ જીપીએસસીનની બંને પરીક્ષાઓ પાસ કરી

મહિલા ઉમેદવાર તરીકે સમગ્ર રાજ્યમાં બીજા ક્રમે સ્થાન મેળવ્યું : રાજ્ય વેરા નિરીક્ષક અને પોલીસ ઇન્સ્પેકટરની પરીક્ષા પાસ કરી

(ચિરાગ ચાવડા દ્વારા) ગારીયાધાર,તા. ૩૦: તાજેતરમાં જ ગુજરાત રાજય સેવા આયોગ દ્વારા લેવાયેલી પરીક્ષાઓના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે જેમાં ૨૦૧૯/૨૦ માં લેવાયેલી આ પરીક્ષાના પરિણામ માં મૂળ ગારીયાધાર ના વતની અને હાલ સુરત વસવાટ કરતા સુરભી અરવિંદભાઈ શેખપરા (શેખડા)ઙ્ગ લ્ત્વ્ અને પોલીસ ઇન્સ્પેકટર (ભ્ત્)બંને પરીક્ષાઓમાં ઉત્ત્િ।ર્ણ થઇને પોતાનું પરિવારનું નામ ઉજાગર કર્યું છે.

એક મધ્યમ વર્ગની દીકરી સુરભીએ પોતાની ધગશથી પોતાના પરિવાર માટે આશાનું કિરણ બની છે સુરભીએ બાળ મંદિર થી ધોરણ -૬ સુધી ગારિયાધારની શિવમ સ્કૂલ અને વાલમ સંસ્કાર કેન્દ્રમાં અભ્યાસ કર્યો છે બાદમાં પરિવાર ધંધાકીય કામના અર્થે સુરત વસવાટ થતા ધોરણ-૭ થી એમ.કોમ સુધીનું ભણતર સુરતમાં પૂર્ણ કર્યું હતું હાલ સુરભીના બંને પરીક્ષા માં પાસ થયા બાદ ઞ્ભ્લ્ઘ્ કલાસ-૧ ની તૈયારીઓ કરી રહી છે તેમના પરિવારમાં તેમના કાકા અને દાદા ગારિયાધારમાં વસવાટ કરે છે જયારે તેમના પિતા અરવિંદભાઈ શેખપરા (શેખડા) સુરત ખાતે મિનરલ વોટર પાણી ની એજન્સી ધરાવે છે જે પોતાનો ટેમ્પો ચલાવી પોતાનો ધંધો કરે છે માતા ગૃહિણી છે જે પણ સાડીઓના સ્ટોન ચોંટાડીને અરવિંદભાઈ ને મદદ કરી રહ્યા છે તેમને સંતાનમાં એક જ દીકરી છે જેના તમામ સપનાઓ પુરા કરવા માટે તત્પર રહે છે દીકરીના અભ્યાસમાં કાચું કપાય નહી તેવી જવાબદારી નિભાવી રહ્યા છે અરવિંદભાઈ ના જણાવ્યા પ્રમાણે દીકરી આ બંને પરીક્ષાઓમાં પૂર્ણ થતા માતા-પિતાને હર્ષની લાગણી ઓ ઉભરી હતી સુરભી એકની એક દીકરી દીકરા કરતાં પણ વિશેષ છે તેમજ સમગ્ર શેખડા પરિવારનું ગૌરવ બની છે.

(10:32 am IST)