સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 30th November 2020

ધોરાજીના નાની વાવડી ગામે ખેડૂતોમાં સિંચાઇ વિભાગ સામે રોષ : મોજ સિંચાઇની કેનાલને જાતે સફાઈ કરી અને આક્રોશ વ્યક્ત કર્યો

સંવેદનશીલ સરકારના અધિકારીઓ પણ સંવેદનશીલ નથી ખેડૂતો પરેશાન આર સી ભૂત (પ્રમુખ ધોરાજી તાલુકા સંઘ):નાની વાવડી ના ખેડૂતો ને કેનાલ મારફત હજુ સુધી સિંચાઇનું પાણી ના મળતા ખેડૂતોમાં આક્રોશ

ધોરાજી: ધોરાજી તાલુકાના નાની વાવડી ગામના ખેડૂતોએ મોજ સિંચાઇની કેનાલને જાતે સફાઈ કરી અને આક્રોશ વ્યક્ત કર્યો હતો
ધોરાજી તાલુકા સંઘના પ્રમુખ અને નાની વાવડી ગામના ખેડૂત અગ્રણી આર સી ભૂત એ સરકાર સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવેલ કે ધોરાજી ઉપલેટા તાલુકાના ખેડૂતોને મોજ સિંચાઈ વર્તુળ માંથી પાણી મળે છે પરંતુ રવિ પાક માટે તારીખ 15 થી 30 નવેમ્બર સુધી ખેડૂતો વાવેતર દર વર્ષે કરી નાખે છે પરંતુ આ વખતે કેનાલ ની કુંડી બનાવવાની બાબતોમાં રીપેરીંગ કામ ચાલતું હોય અને અધિકારીઓને નબળાઈને કારણે ખેડૂતો રવી પાકની વાવણી કરી શક્યા નથી અને આ વિસ્તારના ખેડૂતો પરેશાન થઈ ગયા છે
ગુજરાત સરકાર સંવેદનશીલ સરકાર છે પરંતુ તેના અધિકારીઓ બિન સંવેદનશીલ છે કારણકે સરકારની એક પણ યોજનાનું કામ અધિકારીઓ સફળ થવા દેતા નથી સાડા ચાર માસથી કુંડી રીપેરીંગનું કામ ચાલે છે હજી સુધી કેનાલ ની અંદર કુંડી રીપેરીગ થઈ નથી જે આ વિસ્તારના ખેડૂતો માટે નુકસાનકારક છે તાત્કાલિક અસરથી કેનાલ દ્વારા ખેડૂતોને સિંચાઇનું પાણી આપવામાં આવે તેવી ધોરાજી તાલુકા સંઘના પ્રમુખ આર.સી ભૂત એ માગણી કરી હતી ખેડૂતો વતી ખેડૂતો એ જાતે કેનાલ સફાઈ ની સાથો સાથ પાણી આપો પાણી આપો ની માંગ સાથે કર્યા સૂત્રોચાર કર્યા હતા
 સારા વરસાદ બાદ મોજ ડેમ માં પુષ્કળ પાણી હોવા છતાં હજુ નથી છોડવામાં આવ્યું સિંચાઇ માટે નું પાણી જે બાબતે નાનીવાવડી ના ખેડૂતોએ જાહેરમાં આક્રોશ વ્યક્ત કર્યો હતો

 ખેડૂતો નો આક્ષેપ કર્યો હતો કે રવિ પાક માટે 1 નવેમ્બર થી લઇ અને 15 નવેમ્બર સુધી પાણી છોડી આપવું જોઈએ છતાં હજુ સુધી નથી આપવામાં આવ્યું પાણી છોડવામાં વિલંબ થતાં ઘઉં ધાણા જીરું અને એરંડા જેવા પાકો ને પિયત નું પાણી નહિ મળતા ખેડૂતો ને પાક નિષ્ફળ જવા ની ભીતિ સેવાઇ રહી છે તેમ આ વિસ્તારના ખેડૂતોએ જાહેરમાં આક્રોશ વ્યક્ત કર્યો હતો

(9:53 pm IST)