સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 30th November 2020

ટી.પી.એસ.સીક્કા ખાતે કર્મચારીઓ દ્વારા સુત્રોચ્ચાર

 જામનગર : કેન્દ્ર સરકારની વીજ વિતરણ કંપનીઓ ના ખાનગીકરણ કરવાની નીતિ સામે લડત આપવા 'ઓલ ઈન્ડિયા પાવર એન્જીનીયર્સ ફેડરેશન' અને 'નેશનલ કો-ઓર્ડીનેશન ઓફ ઈલેકટ્રીસીટી એમ્પલોય એન્ડ એન્જિીનયર્સ' દ્વારા સમગ્ર ભારત માં દેખાવો કરવાનું આયોજન કરી વિરોધ પ્રદર્શિત કરવાના આપેલ આદેશ ને ધ્યાન માં રાખી ને જીયુવીએનએલ ની તમામ કંપનીઓમાં માન્યતા ધરાવતા યુનિયન / એસોસિયેશન- (એજીવિકે એસ, જીબીયા, જીઇબીએસએસએ, જીવિકેયુએમ, એસ.વી.કે.એમ) ની બનેલ 'ગુજરાત ઊર્જા સંયુકત સંકલન સમિતિ' દ્વારા 'ઓલ ઈન્ડિયા પાવર એન્જીનીયર્સ ફેડરેશન ' ના કાર્યક્રમ મુજબ તમામ કર્મચારીઓ કાળી પટ્ટી પહેરી ફરજ બજાવેલ અને બપોરે ૧૨ થી ૧૨.૩૦ સૌ વિજકર્મચારીઓ દ્વારા પાવર સ્ટેશન સીકકા ખાતે દેખાવો / સૂત્રોચ્ચાર કરેલ અને વિરોધ પ્રદર્શિત , કરેલ ટી.પી.એસ.સીકકા ખાતેના કમિટીના સભ્યો કર્મચારીઓ ઉપસ્થિત રહેલા હતા.

(12:54 pm IST)