સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 30th November 2020

અમરેલી જીલ્લામાં પ૪૩૪પ હેકટરમાં રવિ પાકનું વાવેતરઃ સૌથી વધુ બાબરા-સૌથી ઓછું લીલીયા પંથકમાં

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ૩૦ : અમરેલી જિલ્લામાં આ વર્ષે પ૪૩૪પ હેકટરમાં રવિપાકનું વાવેતર થયું છે. સૌથી વધુ બાબરા અને સૌથી ઓછું લીલીયા તાલુકામાં આવેતર થયું છે. સામાન્ય રીતે શિયાળામાં દર વર્ષ ઘઉં અને બાજરો વધુ હોય છે પણ આ વર્ષે ખેડૂતો, ચણા, કઠોળ અને શાકભાજીના વાવેતર તરફ વળ્યા છે. સૌથી વધુ ચણાનું નોંધપાત્ર વાવેતર થયું છે. એક તરફ ગામેગામ વાવાતો હતો તે બાજરાનું ૯ તાલુકામાં વાવેતર શૂન્ય છે. અમરેલી જિલ્લામાં આ વર્ષે ચોમાસામાં ભારે વરસાદના કારણે કપાસ અને મગફળી પાકને નુકસાન થયું હતું પણ બીજી તરફ જિલ્લાના મોટા ભાગના ડેમો ભરાઇ જતા પિયતની વ્યવસ્થામાં વધારો થયો છે તેથી રવિપાકના વાવેતરમાં વધારો થાય તેવી શકયતા છે. આ વચ્ચે ખેડૂતો દ્વારા મોટા ભાગના વિસ્તારોમાં વાવેતર કરી દેવામાં આવ્યું છે અને હજુ પણ વાવેતર ચાલુ હોવાથી વાવેતર વિસ્તારમાં વધારો થાય તેવી શકયતા છે. ર૦ નવેમ્બરની સ્થિતિ એ અમરેલી જિલ્લામાં પ૪૩૧પ હેકટરમાં રવિપાકનું વાવેતર થયું છે. સામાન્ય રીતે ર્ષોથી અમરેલી જિલ્લામાં શિયાળુ પાકોમાં ઘઉં અને બાજરાનું જ વધુ વાવેતર કરવામાં આવ્યું છે, પણ હવે ખેડૂતો અન્ય પાકો તરફ વળ્યા છે. આ વખતે જિલ્લામાંથી સૌથી વધુ ઘઉંના બદલે ચણાનું અધધધ ર૦૯ર૯ હેકટરમાં વાવેતર થયું છે. આ ઉપરાંત શાકભાજી અને ઘાસચારાના વાવેતરમાં પણ નોંધપાત્ર રીતે વધારો થયો છે. તાલુકા મુજબ જોઇએ તો જિલ્લામાં સૌથી વધુ બાબરા તાલુકામાં ૧૪૬ર૩ અને સૌથી ઓછુ લીલીયા તાલુકામાં પ૭૬ હેકટરમાં વાવેતર થયું છે. અમરેલી જિલ્લામાં કેટલાક એવા પાકો પણ છે જેનું વાવેતર માત્ર અમુક તાલુકામાં જ થાય છે. જેમાં અગાઉ ગામેગામ વાવવામાં આવતા બાજરાનું હવે એક માત્ર જાફરાબાદ તાલુકામાં ર૧૦ હેકટર અને રાજુલામાં ૭ હેકટરમાં વાવેતર થયું છે. શેરડીનું એકમાત્ર ધારી તાલુકામાં ર હેકટરમાં વાવેતર થયું છે. દ્રિૃવેલાનુ માત્ર બગસરા તાલુકામાં ૧૧૩ હેકટર, વરીયાળીનું માત્ર બાબરા તાલુકામાં ૧પ હેકટર, મેથીનું બાબરામાં ૧૩૩ અને ધારી તાલુકામાં ૯ હેકટર, તેજ અજમાનું છુટુ છવાયું ૩૦ હેકટરમાં વાવેતર થયું છે.

(12:54 pm IST)