સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 30th November 2020

દ્વારકામાં દારૂ સાથે ૨ અને ભાટીયામાં એકની ધરપકડ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા.૩૦: દ્વારકા પોલીસ મથકનો સ્ટાફ રૂપેણ બંદર પાસે પેટ્રોલીંગમાં હોય ત્યારે ચેક પોસ્ટ પાસેથી પસાર થતી જી.જે.૧ જેએલ ૭૨૦૪ નંબરની એકટીવા પસાર થતાં તેને રોકી તલાશી લેતાં એકટીવામાંથી ઇગ્લીશ દારૂની બોટલલ નંગ ૧૦ કિ.રૂ.૪૦૦૦ તથા મોબાઇલ, એકટીવા સહિત કુલ રૂ.૨૫,૫૦૦નો મુદામાલ જપ્ત કરી દ્વારકામાં રહેતાં કિશન જયપ્રકાશ કાતર, રાણા આલા માતકાને ઝડપી લઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બીજા બનાવમાં ભાટીયામાં પોલીસે રેલ્વે ફાટક પાસેથી ગાગા ગામના ધરણાંત કરણા ચાવડાને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૧ સાથે ભાટીયા પોલીસે ઝડપી લીધો હતો.

(12:53 pm IST)