સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 30th November 2020

હોસ્પિટલોમાં આગની દુર્ઘટનાઓના પગલે જેતપુર સંજીવની હોસ્પિટલમાં ફાયર વિભાગ દ્વારા મોકડ્રીલ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા.૩૦ : જુદા જુદા શહેરોમાં કોરોના કાળ દરમ્યાન હોસ્પિટલોમાં આગજનીના બનાવો બનવા પામ્યા હોય તેનાથી દર્દીઓની ઝીંદગીનો ભોગ લેવાયો હોય. તંત્ર દ્વારા તાજેતરમાં રાજકોટની કોવિડ હોસ્પિટલમાં આગ લાગતા પ જીંદગીઓ હોમાય ગઇ હોય તંત્રએ તાત્કાલીક તપાસ હાથ ધરેલ જે અનુસંધાને શહેરની સંજીવની હોસ્પિટલ ખાતે ફાયર વિભાગની મોકડ્રીલ યોજાય હતી.

આજે સવારે પાલિકાના ફાયર વિભાગમાં ફોન આવેલ કે કણકીયા પ્લોટ વિસ્તારમાં સંજીવની હોસ્પિટલ ખાતે આગ લાગેલ છે જેથી ફાયર ફાઇટર અને તેની ટીમ તુરંત હોસ્પિટલે દોડી ગઇ, પરંતુ આ મોકડ્રીલ હોય ફાયર વિભાગ સમયસર પહોંચી જતા સફળ થયેલ. હોસ્પિટલ ખાતે ફાયર ફાઇટર જોતા જ શહેરમાં હોસ્પિટલમાં આગ લાગ્યાની વાત વાયુવેગે પ્રસરી ગઇ હતી, પરંતુ મોકડ્રીલ હોય જાણીને લોકોએ નિરાતનો દમ લીધો હતો.

આ બાબતે સંજીવની હોસ્પિટલના ડો. સંજય કયાડાએ જણાવેલ કે શહેરનું ફાયર વિભાગ સર્તક છે. ઉપરાંત હોસ્પિટલમાં પણ ફાયર સેફટીની પૂરી વ્યવસ્થા કરવામાં આવેલ છે.

(12:52 pm IST)