News of Monday, 30th November 2020
જુનાગઢમાં નવા ૧ર સહિત જિલ્લામાં ર૯ કોરોના કેસ
કેશોદ વિસ્તારમાં પણ કોરાનોનો ફુંફાડો
(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૩૦ :.. જૂનાગઢ શહેરમાં નવા ૧ર સહિત જિલ્લામાં ર૯ કોરોના કેસ નોંધાયા હતાં.
ગઇકાલે કેશોદ વિસ્તારમાં પણ કોરાનાએ ફુંફાડો મારતાં વધુ ૯ પોઝીટીવ કેસ સામે આવ્યા હતાં.
જયારે જૂનાગઢ રૂરલ અને વંથલીમાં બે બે તેમજ ભેંસાણ, માળીયા, માણાવદર અને વિસાવદર તાલુકામાં એક-એક પોઝીટીવ કેસ નોંધાયો હતો.
નવા ર૯ કેસ સામે ૧૪ દર્દી સ્વસ્થ થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતાં.
(12:51 pm IST)