સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 30th November 2020

પોરબંદર ગાંધી જન્મભૂમિમાં દારૂબંધીની કડક અમલવારી કયારે કરાશે...?

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર,તા.૩૦ : ગાંધી ના ગુજરાતમાં કાયદા થી દારૂ બંધી અમલ માં છે પરંતુ આ માત્ર સમજવા પૂરતી વાત છે અને અધિકારીઓ કે રાજકીય વી.આઇ.પીઓ. કે મંત્રીઓ દારૂ બંધીની  અમલવારી માટે વ્યસન મુકિત અને કાયદા નું પાલન કરવામાં વાતો અને ચર્ચા કરે છે જાહેર સમારંભમાં પણ શીખ આપે છે ૨જી ઓકટોબર પછી પણ દારૂ બંધી નાબૂદી અને વ્યસન મુકિતની જાણકારી આપે છે અને સપ્તાહ ઉજવે છે સરકાર દ્વારા જાહેરાતો કરાય છે સમય અને શકિત વેડફાય છે.

આ દુષણ દિન પ્રતિદિન જેમ કડક અમલવારી ચુસ્તપણે પાલન કરવાની જાહેરાતો કરાય છે પરંતુ ગુન્હાઓ અટકતા નથી તેમજ ગુન્હેગારો અને અસામાજિક તત્વોનો વધારો થતો જાય છે ઊંડાણ થી વિચારીએ તો સરકારી સેવકો પરોક્ષ આગળ અપરોક્ષ રીતે છાયા ચિત્ર બની છાયડો બને છે અને કોઈ પણ મોરું બનાવી પરપ્રાંત માંથી વિદેશી દારૂ સ્વદેશી બનાવટનું મોટે પાયે ઘુસાડાય છે લાખો રૂપિયા નો દારૂ યાંત્રિક વાહનો સહિત પકડાય છે પણ તેની અસર કેટલી?  પણ અંદર બાહ્ય વાત તો જુદી જ છે તેવી ચર્ચા છે

દારૂ બંધીની અમલવારી ગોકળ ગાયની ગતી એ રહે ગાંધીના ગુજરાત માં તેમનાજ જન્મસ્થળ પોરબંદર અને કર્મ ભૂમિ અમદાવાદ ( સાબરમતી) કે જયાં ગાંધીજી એ આશ્રમ બનાવી રાષ્ટ્રને    સંદેશ આપ્યો છે તે વિસ્તારોમાં દારૂ બંધીની કડક અમલવારીની જરૂર છે અને ગાંધીના જન્મસ્થળમાં પ્રસંગો એ ઉપરાંત માં વી.આઇ.પી મંત્રી પ્રવાસ દરમિયાન રોકાણ હોઈ  તે શહેરોમાં મર્યાદા જાળવી ચુસ્ત પાલન કરવા અને ગાંધીના નામે મર્યાદા જાળવે તો પણ ઘણું કેહવાસે ? 

રાજકોટ શહેર પણ ગાંધી ની કર્મભૂમિ ગામ છે અહી બાલ્ય અવસ્થા થી શિક્ષણ અને કોલેજ શિક્ષણ સુધી અહી રાષ્ટ્રપિતા એ પોતાના માતા માં પિતા સાથે જિંદગી પસાર કરી અને બેરિસ્ટરની ડીગ્રી લીધી હતી ત્યારે દારૂ દુષણ કેમ ડામી સકાતું નથી અને તેનો કડક અમલ કેમ થતો નથી?

રાજકોટની જે લારી વાળો જે શબ્દ બોલ્યો કુટુંબ ના ભરણ પોષણ તે બાબત નોંધનીય છે કે તે કમાય કમાય ને ચુકવણા તો કુટુંબ નું ભરણ પોષણ કેવી રીતે ભરવું! તે શબ્દ અસરકારક છે સરકારે તેની ગંભીર નોંધ લેવી જોઈએ આ સરકાર દારૂબંધીના અમલ માટે વિચારે અને લાંછન મિટાવી સેવા કરે અને સત્ય મેવ જયતે નું રાષ્ટ્રીય અને અશોક સ્થંભની મર્યાદા ને ઓળંગે નહિ તેવું લોકમનાસ ઈચ્છી રહ્યું છે

(12:50 pm IST)