સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 30th November 2020

ભાટીયામાં દારૂ પીવાની ના પાડતાં યુવકનો ગળેફાંસો ખાઇ આપઘાત

ખંભાળીયા તા. ૩૦: ભાટીયામાં રહેતાં અને ગેરેજનું કામકાજ કરતાં વિનુભાઇ માલુભાઇ પારીયા (ઉ.વ.૩પ) નામના યુવકને દારૂ પીવાની ટેવ હોય આથી તબિયત બરાબર ન રહેતી હોવા છતાં અવાર-નવાર દારૂ પી ને ઘરે આવતાં હોવાથી તેને પરિવારજનોએ દારૂ પીવાની ના પાડતાં તેનું માઠું લાગી આવતાં પોતાના ગેરેજમાં જ ગળેટૂંપો ખાઇ આપઘાત કરી લેતાં મોત નિપજયું છે.

ખંભાળિયાના જુની ફોટ ગામે મિલ્કત બાબતે યુવાન પર ચારનો હુમલો

ખંભાળિયાના જુની ફોટ ગામે રહેતાં પરતાપસિંહ ભાવસંગ જાડેજા (ઉ.વ. ૩પ) નામના ગરાસીયા યુવાને ખંભાળિયા પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં અર્જુનસિંહ જુવાનસિંહ જાડેજા, ભીખુભા ભાવસંગ જાડેજા, જુવાનસંગ ભાવસંગ જાડેજા તથા રવિરાજસિંહ ભીખુભા જાડેજા વિરૂધ્ધ પોલીસે ગુનો નોંધ્યો છે. પ્રતાપસિંહ એ ફરીયાદમાં જણાવ્યું છે કે, ઉપરોકત શખ્સોને વડિલોપાર્જીત મિલ્કત અને જમીનના ભાગ બાબતે ઝગડો ન કરવા સમજાવતાં શખ્સોએ ઉશ્કેરાઇ જઇ જાનથી મારી નાખવાની ધમકી આપી લાકડી તથા ઢીકાપાટુનો માર મારતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. પોલીસે ફરીયાદ પરથી ચારેય શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

ઓખામાં જુની અદાવતમાં યુવાન પર જીવલેણ હુમલો

ઓખાના ગાંધીનગરી વિસ્તારમાં રહેતાં અને મચ્છીના ધંધાર્થી ફિરોઝનું રમામદભાઇ સીદી (ઉ.વ. ૩પ) નામના મુસ્લિમ યુવાન ગતરોજ આર. કે. બંદર રોડ પર આવેલ ચાઇનીઝની રેકડીએ નાસ્તો કરવા ઉભો હતો ત્યારે વનરાજ પાલા, મેરૂ મેવાસાવાળો, નથુ પાલા, હાજા પાલા, માપભા ઉર્ફે માપલો વિરાભા અને તેની સાથેન ર૦ થી રપ અજાણ્યા માણસોએ ગેરકાયદેસર મંડળી રચી કુહાડા, લોખંડના પાઇપ, ધોકા, સળીયા  વડે જીવલેણ હૂમલો કરી નાસી છૂટતાં યુવાનને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે યુવકની  ફરીયાદ પરથી ઓખા પોલીસે ઉપરોકત શખ્સો વિરુધ્ધ આઇપીસી કલમ ૩૦૭, ૩ર૬, પ૦૪, પ૦૬ (ર) સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તમામની શોધખોળ હાથ ધરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં યુવક પર હૂમલો અગાઉના મનદુઃખના કારણે થયો હોવાનું બહાર આવ્યુ છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સુરજકરાડીમાં મહિલા સહિત જૂગાર રમતા પાંચ ઝડપાયા

મીઠાપુરના સુરજકરાડીમાં જાહેરમાં જૂગાર રમતા હરીયાભા હાડાભા ચમડીયા, સામતભા રાયમલભા માણેક, રમાબેન રાણાભા સુમણીયા, મીનાબેન જયંતિભાઇ મોઢીયા, જાલીબેન હરીયાભા ચમડીયાને રોકડ ર૬૪૦ ની મતા સાથે ઝડપી લઇ કાર્યવાહી કરી હતી.

ભાણવડમાં મોબાઇલ લુડો પર પૈસાની હારજીત કરતાં ચાર પકડાયા

ભાણવડ પોલીસે જાહેરમાં મોબાઇલમં લુડો રમી શરતો લગાવી પૈસાની હારજીત કરતાં જુમા હુસેન હિગોરા, મામદ જુસબ લંઘા, અનવાર ઉર્ફે બોદુ આરબી હિંગોરા, જુમા ઓસમાણ હિંગોરાને રોકડ તગા મોબાઇલ મળી કુલ રૂ. ર૩૮૦ ની મતા સાથે ઝડપી લીધા હતાં.

ભીમરાણામાં એકીબેકીનો જુગાર રમતાં બે ઝબ્બે

મિઠાપુરના ભીમરાણા ગામે જાહેરમાં એકી બેકીનો જૂગાર રમી પૈસાની હારજીત કરતા રાજેશ કમા થારૂ સુનીતાબેન રાયશી નાયાણીને રોકડ રૂ. ૧૦પ૦ સાથે ઝડપી લઇ કાર્યવાહી કરી હતી.

(11:40 am IST)