સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 30th November 2020

સૌરાષ્ટ્ર-કચ્છમાં અહેમદભાઇ પટેલને શ્રધ્ધાસુમન : કુરાની ખ્વાની

ભરૂચ જીલ્લામાં જુદા-જુદા ગામોમાં કોવિડ -૧૯ના ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરીને તેમના સેવા કાર્યોને બિરદાવાયા

પ્રથમ અને બીજી તસ્વીરમાં અહેમદભાઇ પટેલને કુરાન પઠન દ્વારા મહુવામાં શ્રધ્ધાંજલી અર્પણ કરાઇ હતી. તે તથા ત્રીજી તસ્વીરમાં જસદણમાં શ્રધ્ધાસુમન અર્પણ કરાયા હતા. (તસ્વીરઃ ઇકબાલ ગોરી -સાવરકુંડલા, ધર્મેશ કલ્યાણી -જસદણ)

રાજકોટ,તા. ૩૦: ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા અને રાજ્યસભાના સાંસદ અહેમદભાઇ પટેલનું અવસાન થતા ઘેરો શોક છવાયો છે. તેમના વતન ઉપરાંત રાજકોટ સહિત સૌરાષ્ટ્ર -કચ્છમાં અહેમદભાઇ પટેલને શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા છે અને કુરાનનું પઠન (કુરાની ખ્વાની) સાથે શ્રધ્ધાંજલી અર્પણ કરાઇ હતી.

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ચાણકય નેતા રાજયસભાના સાંસદ અને ખજાનચી અહમદભાઇ પટેલનું અવસાન ઠેર-ઠેર પ્રાર્થના સભાઓ, યોજી શ્રધ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે તથા કુઆર્નખ્વાની રાખી ખિરાજે અકીદત પેશ કરવામાં આવી છે. જેમાં તા. ૩૦-૧૧-૨૦૨૦ આજે ભરૂચ જિલ્લામાં વિવિધ તેમણે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જમોં પીરામપ ગમે સવારે ૧૦:૩૦ થી સાંજના ૫:૦૦ વાગ્યા સુધી, અંકલેશ્વર શહેર તાલુકામાં ૧૦ વાગે, હાંસોટ અને વાલિયા તાલુકામાં ૧૦:૩૦ વાગે, નેત્રંગ અને ઝઘડિયો તાલુકામાં ૧૧ વાગે ભરૂચ તાલુકા અને શહેરમાં ૧૧:૩૦ વાગે, વાગરા અને માંગરોળ તાલુકામાં ૧૨ વાગે, ડેડિયાપાડા અને સાગબારા તાલુકામાં ૧૨:૩૦ વાગે, જંબુસર તાલુકા અને શહેરમાં ૧ વાગે, આમોદ શહેર અને તાલુકામાં ૧:૩૦ વાગે, રાજપીપળા શહેર અને તાલુકો, કરજણ શહેર અને તાલુકો, સિનોર તાલુકામાં ૩ વાગે, વડોદરા જિલ્લામાં ૩ વાગે, અન્ય જિલ્લામાં ૪:૩૦ વાગે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રાર્થના સભાઓમાં કોવિડ-૧૯ની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવા અનુરોધ કરાયો છે.

સાવરકુંડલા

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા :  મહુવાના મુસ્લિમ સમાજ દ્વારા એહમદભાઈ પટેલના રૂહના ઈસાલે સવાબ અર્થે કુરાન ખ્વાની રાખી એહમદભાઈને જન્નતુલ ફિરદૌસ આલા મકામ અતા ફરમાવે તેવી દુઆ કરવામાં આવી હતી.

ગુજરાતના પનોતા પુત્ર અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસના વરીષ્ઠ અને સાંસદ મર્હુમ એહમદભાઈ પટેલના રૂહના ઈસાલે સવાબ અર્થે મહુવાના મુસ્લિમ સમાજ દ્વારા એક કુરાન ખ્વાની રાખવા માં આવી હતી આ કુરાન ખ્વાનીના પ્રોગ્રામમાં વિવિધ મુસ્લિમ સમાજના આગેવાનો અને આલીમો એ હાજરી આપી હતી

મર્હુમ એહમદભાઈ પટેલની મગફિરત ફરમાવે અને તેમની રૂહને જન્નતુલ ફિરદૌસમાં આલા મકામ નસીબ ફરમાવે આમીન તેવી મહુવાના સામુહિક મુસ્લિમ બિરાદરો એ દુઆ કરી હતી તેમ મહુવા મુસ્લિમ સમાજ અગ્રણી નજીરભાઈ મલેકે જણાવેલ હતું.

જસદણ

(ધર્મેશ કલ્યાણી દ્વારા)જસદણઃ જસદણઃ જસદણ યુથ કોંગ્રેસ તેમજ જસદણ કોંગ્રેસ દ્વારા કોંગ્રેસના વરિષ્ઠ નેતા, રાજયસભાના સાંસદ અહમદભાઈ પટેલના દુઃખદ અવસાન પર શ્રદ્ઘાંજલિ અપર્ણ કરવામાં માટે જસદણમાં શ્રધ્ધાંજલી સભા યોજવામાં આવી હતી તેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ ગજેન્દ્રભાઈ રામાણી, પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલ, જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અવસરભાઈ નાકિયા, વિનુભાઈ ધડુક, દિલીપભાઈ રામાણી, જસદણ શહેર યુવા પ્રમુખ મોહસીનભાઈ, રણજીતભાઈ મેણીયા, જસદણ તાલુકા યુથ પ્રમુખ વિપુલભાઈ ઝાપડિયા, ધીરુભાઈ છાયાણી, સુરેશભાઈ છાયાણી, નગરપાલિકા સદસ્ય બસીરભાઈ પરમાર, હરેશભાઇ ધાધલ, રફીકભાઈ રાવાણી, અશોકભાઈ, જયેશભાઇ મયાત્રા, રમેશભાઈ સોલંકી વગેરે કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

(11:37 am IST)