સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 30th November 2020

કોરોનાના કારણે સોમનાથમાં કાર્તિક પૂર્ણિમા મેળો ન યોજાયો : પૂજન અર્ચન સંપન્ન

પ્રભાસપાટણ-વેરાવળ, તા. ૩૦ : વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરે દર વર્ષે વિક્રમના પ્રારંભે કાર્તિક માસમાં યોજાતો ગુજરાતનો ભવ્ય સોમનાથ કાર્તિક પૂર્ણીમા મેળો આ વર્ષ કરોના કામને કારણે યોજાયેલ નથી.

કાર્તિક પૂર્ણિમાને ત્રિપુરારી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. પૌરાણિક માન્યતા પ્રમાણે શિવે ત્રણ પૂરોવામાં દેત્યનો નાશ કર્યો અને આ વિજયને દેવની દિવાળી નમાવી જે કાર્તિક પૂર્ણિમા હતી તેની યાદમાં કાર્તિક પૂર્ણિમા મેળો યોજાય છે.

તા.ર૭-૧-૧૯પપના રોજ તત્કાલીન ટ્રસ્ટી ક.મ. મનુશીના પ્રસ્તાવથી કરેલ ઠરાવ મુજબ કાર્તિક પૂર્ણિમા મેળો સોમનાથ સાનિધ્યે યોજવાનો પ્રારંભ થયો હતો. એક માન્યતા શ્રદ્ધા અનુભુતિ અનુસાર કાર્તિક પૂર્ણિમાએ ચન્દ્ર સોમનાથ મહાદેવના મહામેરૂ પાસાદના શિખર ઉપર એવી રીતે સ્થિર થાય છે કે જાણે ભગવાન શિવ તેને ખરેખર મસીક ઉપર ધારણ કર્યો હોય એવી અલૌકિક અનુભતી થાય છે.

વર્ષ ર૦૧૯માં વાવાઝોડાની સંભવીતતાને પગલે મેળો પ્રથમ બંધ રખાયો હતો, પરંતુ વાવાઝોડાનો ખતરો ટળતા મેળાની તારીખ ૮ નવેમ્બરના બદલે ૧૧ નવેમ્બરથી ૧પ નવેમ્બર ર૦૧૯ સુધી યોજાયો હતો. એક વખત ભારત-ચીન યુદ્ધ વખતે મેળો બંધ રહ્યો હતો જે આ વર્ષે કોરોનાને લીધે બંધ રહેલ.

પ્રારંભમાં મેળો એક દિવસ થયા પછી ત્રણ દિવસ અને છેલ્લે કેટલાક વર્ષોથી પાંચ દિવસ યોજાય છે. મેળો પ્રથમ સોનાથ મંદિર પટાગણમાં ત્યારબાદ દરિયાકાંઠે તો કેટલાક વરસ દેહોત્સર્ગ ગોૈલોકધામ યોજાયો અને છેલ્લા કેટલાક દિવસથી સોમનાથ બાયપાસ સદભાવના મેદાનમાં યોજાય છે. પરંતુ આ વર્ષે મળો બંધ રહેલ છે. માત્ર ગઇકાલે પૂજન-અર્ચન કાર્યકરમો યોજાયા હતા.

(11:40 am IST)