સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 30th November 2020

ગોંડલ સિવીલ હોસ્પિટલમાં આગની ઘટનાનું મોકડ્રીલ

ગોંડલ :રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આઇસીયુ વિભાગમાં આગ લાગી હતી જેમાં ૫ લોકોના મૃત્યુ થયા હતા ત્યારે હવે કયાંકને કયાંક તંત્ર પણ હરકતમાં આવી હોય તેમ ગોંડલ સિવિલ હોસ્પિટલ ના ઇમરજન્સી વિભાગ માં આગ લાગી હતી જેમાં ૨ દર્દીને ઇજાગ્રસ્ત થતા એમ્બ્યુલન્સ મારફતે અન્ય હોસ્પિટલમાં ખસેડાયા હતા ગોંડલ સરકારી હોસ્પિટલ માં ૫૫ બેડ ધરાવતી કોવિડ હોસ્પિટલમાં ઈમરજન્સી વિભાગની બાજુના વિભાગ માં આગ લાગી હતી બનાવની જાણ થતાં જ ગોંડલ નગરપાલિકા ફાયર ટીમ ઘટના સ્થળે પોહચી ૧૦ મિનિટ માં જ આગ પર કાબુ મેળવ્યો હતો આગ ની ઘટનાને લઈને ગોંડલ સિટી પોલીસ સ્ટાફ પણ ઘટના સ્થળે પોહચ્યો હતો આગના બનાવના પગલે હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અંતે મોકડ્રિલ જાહેર થતા લોકો એ રાહતનો શ્વાસ લીધો હતો. (અહેવાલ : જીતેન્દ્ર આચાર્ય તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(11:29 am IST)