સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 30th November 2020

સુરેન્દ્રનગર સીજીએસટી કચેરીના ઇન્સ્પેકટરના લાંચ કેસમાં આગોતરા જામીન નામંજૂર

વઢવાણ તા. ૩૦ : સેન્ટ્રલ જીએસટી કચેરી સુરેન્દ્રનગરમાં એસીબી દ્વારા લાંચનું છટકું ગોઠવી સીજીએસટી ઇન્સ્પેકટર રાજીવ યાદવ દ્વારા કરાર આધારિત પટ્ટાવાળા રવિ જોષીની રૂ ૭૫,૦૦૦ લાંચ મેળવવા અંગે ધરપકડ કરી હતી અને આરોપી સીજીએસટી ઇન્સ્પેકટર ગૌરવકુમાર અરોરા હાજર ના હોય જેથી ત્રણેય આરોપી વિરુદ્ઘ સુરેન્દ્રનગર એસીબી પોલીસ મથકમાં ગુન્હો નોંધી તપાસ ચલાવી હતી જેમાં આરોપી ગૌરવકુમાર સુદર્શનકુમાર અરોરાએ આગોતરા જમીન મેળવવા સુરેન્દ્રનગર કોર્ટમાં અરજી કરતા તે નામંજૂર કરવામાં આવેલ બાદમાં ગુજરાત હાઈકોર્ટમાં અરજી નામંજૂર થતા સુપ્રીમ કોર્ટમાં સ્પે. લીવ પીટીશન દાખલ કરી હતી જોકે સુપ્રીમ કોર્ટમાં અરજી ડીસ્પોઝ કરી આરોપીને દશ દિવસમાં સરેન્ડર થવા આદેશ કરવામાં આવ્યો હતો.

જેથી આરોપી ગૌરવકુમાર અરોરા મોરબી એસીબી પોલીસસ્ટેશન હાજર થતા કોવીડ રીપોર્ટ કરાવી રીપોર્ટ નેગેટીવ આવતા શનિવારે રાત્રીના અટક કરવામા આવી છે અને સુરેન્દ્રનગર કોર્ટમાં રિમાન્ડ રીપોર્ટ સાથે રજુ કરવામાં આવશે જે બનાવ અંગે મોરબી એસીબી પીઆઈ પી કે ગઢવીની ટીમ તપાસ ચલાવી રહી છે.

(11:29 am IST)