સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 30th November 2020

ભાવનગરમાં અવાવરૂ જગ્યામાં કન્ટેનર ટ્રકમાંથી દારૂ સહિત ૨૫ લાખની માલમત્તા જપ્ત

(વિપુલ હિરાણી) ભાવનગર તા. ૩૦ : ભાવનગરમાંથી પોલીસે વિદેશી દારૂ ભરેલ કન્ટેઇનર ટ્રક ઝડપી લઇ રૂ ૨૫ લાખની માલમત્તા કબ્જે કરી આઠ શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગર ડી-ડીવીઝન પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે શહેરના ચિત્ર જીઆઇડીસી નવદુર્ગા ઇન્ડસ્ટ્રીઝ પાછળ રેલવેના પાટા નજીક અવાવરૂ જગ્યાએ શંકાસ્પદ હાલતમાં રહેલા કન્ટેઇનર ટ્રક નં. જીજે૦૪ડીજી-૦૦૫૦ની તલાશી લેતા ટ્રકમાંથી વિદેશી દારૂની બોટલ નં. ૪૭૧ કિંમત રૂ ૨૦૬૬૪૦ અને ટ્રક મળી કુલ રૂ ૨૪૭૪૬૪૦ની મત્તા કબ્જે કરી આ અંગે દિગપાલસિંહ ઉર્ફે કુમારભાઇ, શરદ લીમ્બાભાઇ ચાવડા, જયદિપસિંહ રેવતસિંહ ગોહિલ, જગદીશ ઉર્ફે માંદો, નાગજીભાઇ ઓઘળભાઇ રબારી, ભરતભાઇ અને બે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ડી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી હતી.

આ અંગેની તપાસ પી.આઇ. એમ.ડી. મકવાણા ચલાવી રહ્યા છે.

(10:36 am IST)