સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 30th November 2020

મોરબી માળિયા ગ્રામ્યમાં બ્રિજેશભાઇનો લોક સંપર્ક

મોરબીઃ મોરબી-માળિયા વિધાનસભા પેટા ચૂંટણીમાં વિજયી બનેલ બ્રિજેશભાઈ મેરજા ચૂંટણી જીત્યા બાદ તુરંત કામે લાગી ગયા છે અને લોકસંપર્ક કાર્યક્રમ યોજાય રહ્યા છે જેમાં આજે માળિયા તાલુકાના વિવિધ ગામોની મુલાકાત લઈને લોકસંપર્ક કર્યો હતો . તેમણે માળિયા તાલુકાના નાના દહીંસરા, ક્રિષ્નાનગર, ખીરસરા, કુંતાસી, બોડકી, વર્ષામેડી, મોટા દહીંસરા, વિવેકાનંદનગર, લક્ષ્મીવાસ, વવાણીયા, બગસરા,ભાવપર, મોટા ભેલા, નાનાભેલા, ચમનપર, મોટી બરાર, જશાપર, નાની બરાર, દેવગઢ અને જાજાસર સહિતના ગામોમાં લોકસંપર્ક કર્યો હતો. બ્રિજેશભાઈ મેરજા સાથે સાંસદ મોહનભાઈ કુંડારિયા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન મગનભાઈ વડાવીયા સહિતના અગ્રણીઓ જોડાયા હતા. લોકસંપર્ક કરવામાં આવ્યો તે તસ્વીર.

(9:29 am IST)