સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 30th November 2020

સોમનાથ -વેરાવળ રોડ ઉપર જોખમ રૂપ ગટરના તુટેલા ઢાંકણા

 પ્રભાસ પાટણઃ સોમનાથ-પ્રભાસ પાટણથી વેરાવળ જતા હાઇ વે રોડની નીચે ભૂગર્ભ ગટર બનાવેલ છે અને ગટર ઉપર રોડ છે અને આ ગટર ઉપર ઢાંકણ ફીટ કરવામાં આવેલ છે. પરંતુ ગટરનાં ઢાંકણા નબળી ગુણવતા અને બરોબર લેવલીંગ ન કરવાને કારણે રોડની વચ્ચો વચ્ચ આ ઢાંકણે ઠેકાણેથસ ટુટી ગયેલા છે અને આ ઢાંકણની નીચે ગટર આવેલ છે જેથી ટુ વ્હીવલ ચાલક જો ડ્રાઇવીંગ કરવામાં બે ધ્યાન હોય તો આ ગટરમાં જઇ શકે છે અને હાઇવે રોડ હોવાથી આ રોડ ઉપર સતત વાહનોની અવર જવર રહેતી હોય છે અને હાઇવે રોડ હોવાથી આ રોડ ઉપર સતત વાહનોની અવર જવર રહેતી હોય છે અને આ ઢાંકણ ઘણા સમયથી તુટી ગયેલા હોવા છતા રોડ વિભાગના જવાબદારનું પાણી પણ હલતુ નથી. જોખમરૂપ તુટલા ગટરના ઢાંકણાની તસ્વીર.(તસ્વીરઃ દેવાભાઇ રાઠોડ-પ્રભાસ પાટણ)

(9:28 am IST)