સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 30th November 2019

સાયલા-ચુડામાં ર.૧ની તિવ્રતાનો ભુકંપ

ગઇકાલે જામનગર - કોટડાસાંગાણી પંથકમાં પણ ધરા ધ્રુજતા લોકોમાં ફફડાટ

વઢવાણ, તા. ૩૦ : સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા અને સાયલા ખાતે ભૂકંપના આંચકા આવતા લોકોમાં ભારે ભાઈ અને ગભરાટ ફેલાયો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા અને સાયલા તાલુકામાં બે પોઇન્ટની એકની ભૂકંપના આંચકા આવ્યા નું જાણવા મળી રહ્યું છે ત્યારે ભૂકંપના આંચકા આવતા નાના એવા ગામમાં રહેવાસીઓમાં ભારે ગભરાટ ફેલાયો છે ત્યારે હજુ તો શિયાળાની શરૂઆત જ થઈ છે અત્યારે ભૂકંપની પણ શરૂઆત થતાં નાના એવા ગામમાં ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે ત્યારે હાલમાં ભૂકંપનું બિંદુ કેન્દ્ર પણ સાયલામાં હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે હાલમાં સુરેન્દ્રનગર શહેર અને તેના તાલુકામાં ભૂકંપના આંચકા આવતા ગભરાટ ભર્યા માહોલ ફેલાયો છે

રાજકોટ જિલ્લામાં ફરી ભુકંપના આંચકા અનુભવાયા છે. રાજકોટ નજીકના કોટડાસાંગાણી તાલુકાના આંબલિયાળા ગામ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં  ર૪ કલાકમાં કુલ ૬ આંચકા આવ્યા હતા.

કોટડાસાંગાણી તાલુકાના આંબલીયાળામાં સાંજે ભુકંપના આંચકા અનુભવાયા હતા. જેનાથી ગામ લોકોમાં થોડી વાર પુરતો ભયનો માહોલ છવાઇ ગયો હતો.

ગુરૂવારની મધરાતે ૧ર.૧૦ વાગ્યે લાલપુરથી રર કિલોમીટર દુર કેન્દ્રબિંદુ ધરાવતો ર.ર મેગ્નિયુડનો અને ર.૧પ વાગ્યે ભચાઉ નજીક એપી સેન્ટર ધરાવતો ૧.પની તીવ્રતાનો ભુકંપ આવ્યો હતો એ પછી, શુક્રવારે સવારે ૯.પ૧ મિનીટે ર.૬ મેગ્નિયુડનો આંચકો નોંધાયો, જેનું કેન્દ્રબિંદુ પાલીતાણા નજીક હતુ. બપોરે ૧.પ૦ મીનીટે ર.૧નો અને ૩.૦ર મીનીટે ર.૦ મેગ્નીયુડનો હળવો આંચકો આવ્યો હતો.

(1:03 pm IST)