સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 30th November 2019

ચોટીલામાં સમસ્ત લુહાર સમાજ દ્વારા ચંડી ચામુંડા અતિથિગૃહમાં નુતન ભવનનું ખાતમુહૂર્ત

મહામંડલેશ્વર પૂ.ભારતીબાપુ તથા સમાજના આગેવાનોની ઉપસ્થિતી

 ધોરાજી, તા.૩૦: યાત્રાધામ ચોટીલા ખાતે સમસ્ત લુહાર સમાજ દ્વારા શ્રી ચંડી ચામુંડા અતિથિ ગૃહ ભવન ખાતે નૂતન હોલ ભવનના ખાતમુહૂર્ત સમારોહ ભવનાથ સરખેજ ભારતી આશ્રમના મહામંડલેશ્વર ભારતીબાપુના અધ્યક્ષસ્થાને યોજાયો હતોઆ પ્રસંગે શ્રી ચંડી ચામુંડા અતિથિ ગૃહ ના પ્રમુખ જયંતિભાઈ વિઠ્ઠલભાઈ પરમાર એ સ્વાગત પ્રવચનમાં જણાવેલ કે માં ચામુંડા મા ના સાનિધ્યમાં અને માતાજીની કૃપાથી ગઈ તારીખ ૨૭/ ૪/ ૨૦૧૮ ના રોજ શ્રી ચંડી ચામુંડા અતિથિ ગૃહ નિર્માણ સમસ્ત લુહાર સમાજ દ્વારા કરવામાં આવ્યું આજે એક વર્ષમાં દાતાઓના દાનથી યાત્રાધામ ચોટીલા ખાતે સુંદર સુવિધા સાથે સમસ્ત લુહાર સમાજ માટે શ્રી ચંડી ચામુંડા અતિથિ ગૃહ સમાજને અર્પણ કર્યા ના એક વર્ષના સમયગાળામાં સમાજના સહકારથી અને ભામાશા ના દાનથી ફરી યાત્રિકોને સહકાર આપવા માટે ભવ્ય આધુનિક સુવિધા ધરાવતો હોલ સભાખંડ ના નૂતન ભવન નું ખાતમુહૂર્ત સમારોહ પધારેલા મહામંડલેશ્વર ભારતીબાપુ નો હું સમસ્ત લુહાર સમાજ ચંડી ચામુંડા અતિથિ ગૃહ તરફથી સન્માન કરું છું સાથે સાથે આ ભવનની ની અંદર આપણા ભામાશા સ્વ. માધુભાઈ સવજીભાઈ કારેલીયા મૂળ ગોંડલ હાલ મુંબઈની મૂર્તિ પ્રતિમાનું અનાવરણ વિધિ પણ પૂજય શ્રી મહામંડલેશ્વર ભારતીબાપુના વરદહસ્તે કરવામાં આવેલ છે તેમના પરિવાર નાશ્રી દિલીપભાઈ માધુભાઈ કારેલીયા અને કૌશિકભાઇ માધુભાઈ કારેલીયા પરિવાર નો આ તકેઙ્ગ આભાર માનું છું સાથે સાથે નિરમા કંપનીના પરસોત્ત્।મભાઈ પિત્રોડા દાસ કાકા સહિતઙ્ગ અગ્રણીઓ નો હું આભાર માનું છું. સમારોહના અધ્યક્ષ સ્થાનેથી પરમ પૂજય શ્રી મહામંડલેશ્વર ભારતી બાપુએ આશીર્વચન પાઠવતા જણાવેલ કે આજે લુહાર સમાજ પ્રગતિ કરી રહ્યો છે ત્યારે જે પ્રકારે અન્ય સમાજના સંતો માં જોઈએ તો દરેક સમાજમાં એક એક સંત થયા છે ત્યારે લુહાર સમાજ ની અંદર વિશ્વ પ્રસિદ્ઘ ત્રણ સંતો થયા છે જેમાં મજેવડી માં દેવતણખી દાદા અમરેલીમાં સંત શ્રી મહાત્મા મુળદાસજી આટકોટમાં માં સતી લોયણ માતાજી જે સમગ્ર વિશ્વમાં નામ રોશન કર્યું છે ત્યારે જે પ્રકારે ચંડી ચામુંડા અતિથિ ગૃહ નિર્માણ થયું છે એ પ્રકારે ત્રણેય યાત્રાધામો નોપણ વિકાસ થાય તે પ્રકારે સમાજે પણ અને સમાજના ભામાશા એ પણ આગળ આવવું જોઈએઆ પ્રસંગે ચોટીલા પવિત્ર યાત્રાધામ ખાતે શ્રી ચંડી ચામુંડા અતિથિ ગૃહ ના પટાંગણમાં નૂતન હોલ ભાવન નુંઙ્ગ ખાતમુર્હતઙ્ગ પ્રસંગે નિરમા કંપની વાળા જયાબેન પરશોતમભાઈ પિત્રોડા તરફથી રૂપિયા ૫.૫૫.૫૫૫ ની દાનની ની જાહેરાત પૂજય બાપુશ્રી એ કરી હતીઆ પ્રસંગે ભારતી બાપુએ વધુમાં જણાવેલ કે દરેક સમાજે પોતાના સમાજ માટે કંઈક કરવું જોઈએ એ પ્રકારે લુહાર સમાજે પણ પોતાના સમાજ માટે એજયુકેશન ક્ષેત્રે તેમજ યાત્રાધામ વિકાસ માટે અને સમાજના ભવન માટે આગળ આવવું જોઈએ આ સાથે ચોટીલા માં ચામુંડા ના સાનિધ્યમાં શ્રી ચંડી ચામુંડા અતિથિ ગૃહ નું નિર્માણ થયું છે તે બદલ દાતાશ્રીઓનો અને ટ્રસ્ટી ગણો ને આશીર્વાદ પૂજય ભારતીબાપુએ પાઠવ્યા હતાઅખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ એ જણાવેલ કે શ્રી ચંડી ચામુંડા માતાજીના સાનિધ્યમાં ચોટીલા ખાતે શ્રી ચંડી ચામુંડા અતિથિ ગૃહ નિર્માણ જે પ્રકારે કરવામાં આવ્યું છે તે સમગ્ર દેશના લુહાર સમાજ માટે આ પ્રથમ અવસર હશે કે માત્ર થોડા જ સમય ની અંદર ચાર માળ ધરાવતું શ્રી ચંડી ચામુંડા અતિથિ ગૃહ સમસ્ત લુહાર સમાજ માટે નિર્માણ થયું જે માટે આ સંસ્થાના પ્રમુખ શ્રી જયંતીભાઈ પરમાર મંત્રી પ્રવીણભાઈ પરમાર પ્રફુલભાઈ પરમાર સહિતના તમામ ટ્રસ્ટીઓ નો આભાર માન્યો સાથે સાથે જે પ્રકારે લુહાર સમાજ ના ભામાશા ઓ સમાજના કાર્ય માટે આગળ આવ્યા છે તે બદલ તમામ દાતાશ્રીઓનો આભાર માન્યો હતો વધુમાં વધુ ગુજરાતમાં લુહાર સમાજની એકતા અને અખંડિતતા જળવાઈ રહે તે માટે સમાજના આગેવાનો આગળ આવે અને સમાજને વધુમાં વધુ એજયુકેશન ક્ષેત્રે આગળ વધારે તે ઉપર ભાર મૂકયો હતોઆ સાથે સ્વ.માધુભાઈ કારેલીયા ની મૂર્તિનું અનાવરણ થયું તેને બિરદાવતા મૂળ ગોંડલના ને હાલ મુંબઇ ખાતે રહેતા દિલીપભાઈ કારેલીયા કૌશિક ભાઈ કારેલીયા વિગેરે કારેલીયા પરિવારનો આભાર માન્યો હતોસમારોહમાં સમગ્ર દેશભરમાંથી પધારેલા ભામાશા ઓ દિલીપભાઈ કારેલીયા મુંબઈ કૌશિકભાઇ કારેલીયા મુંબઈ મનસુખભાઈ મકવાણા રાજકોટ બચુભાઈ મકવાણા મુંબઈ બાલાભાઈ ગાયત્રી વાળા રાજકોટ કિશોરભાઈ રાઠોડ ધોરાજી લુહાર સમયના તંત્રી પરેશભાઈ દાવડાઙ્ગ રાજકોટ ધીરુભાઈ પરમાર મુંબઈ બાબુભાઈ પરમાર કાતરવાલા સુરત રાજુભાઈ પિત્રોડા ગોંડલ શાંતિભાઈ પિત્રોડાઙ્ગ ગોંડલ લાલજીભાઈ પરમાર રાજકોટ પ્રવીણભાઈ દાવડા રાજકોટ અશોકભાઈ પરમાર મુંબઈ શાંતિલાલ પરમાર મુંબઈ દિનેશભાઇ પરમાર મુંબઈ પ્રફુલભાઈ પરમાર મુંબઈ અશોકભાઈ રાઠોડ રાજકોટ ડાયાભાઈ પરમાર મુંબઈ બચુભાઈ મકવાણા મુંબઈ વલ્લભભાઈ ત્રિભોવનભાઇ પરમાર સુરત જેન્તીભાઈ બાબુભાઇ પરમાર મુંબઈ અરવિંદભાઈ પરમાર મુંબઈ વિરજીભાઈ પરમાર મુંબઇ મનસુખભાઈ વાળા મુંબઈ ઝવેરભાઈ પિત્રોડાઙ્ગ વડોદરા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાનૂતન ભવન ના ખાતમુહૂર્ત પ્રસંગે દાતાશ્રીઓએ દાનની સરવાણી શરૂ કરતા માત્ર એક કલાકમાં જ ૪૦ લાખ રૂપિયાનું દાન ની જાહેરાત થઈ ગઈ હતી આ પ્રસંગે દાતાશ્રીઓ નુંઙ્ગ સન્માન કરવામાં આવ્યું હતુંકાર્યક્રમનું સંચાલન ઉમેદ ભાઈ મકવાણા જેતપુર સંસ્થાના મંત્રીશ્રી પ્રવીણભાઈ પરમાર રાજકોટ એ કરેલ હતુંઆ પ્રસંગે સમગ્ર દેશમાંથી પધારેલા તમામ લુહાર સમાજ ના ભાઈ બહેનો દાતાશ્રીઓ આગેવાનો નો આભાર માન્યો હતો.

(11:53 am IST)