સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 30th November 2018

કાલે સૌરાષ્ટ્ર-કચ્છમાં પૂ. વિરબાઇમાની પુણ્યતિથી ઉજવાશે

આટકોટનાં વિરબાઇમાના મંદિરે મહિલા મંડળ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો

 આટકોટ તા.૩૦: પૂ. જલારામ બાપાનાં ધર્મપત્ની વિરબાઇ માની પુણ્યતિથી નિમિતે રાજકોટ સીહત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો  યોજાશે.

જસદણ તાલુકાના આટકોટમાં આવેલા શ્રી વિરબાઇ માતાના મંદિરે મહિલા મંડળ દ્વારા અનેકવિધ કાર્યક્રમો યોજાશે.

વિશ્વ પ્રસિદ્ધ વિરપુરના જલારામ બાપા સાથે આટકોટના રઘુવંશી પરિવારના વિરબાઇમાંના લગ્ન થયા હતા પારકાને પોતાના સમજીને પેટ ભરીને જમાડયા બાદ જ ભોજન ગ્રહણ કરતા આ દંપતીની ગાથા અલગ છે. આજે પણ વિશ્વમાં એકમાત્ર આટકોટમાં વિરબાઇમાનું મંદિર આવેલુ છે જયાં પણ વિરપુરની માફક ર૪ કલાક અન્નક્ષેત્ર ચાલુ રહે છે. આગામી શનિવારે વિરબાઇમાંની પુણ્યતિથી નિમિતે આટકોટ સહિત અનેક શહેરોમાં ભાવભેર ઉજવણી થશે.

અમીરવંતી સૌરાષ્ટ્રનો ઇતિહાસ અનેરો રહ્યો છે. અનેક દેવાંશી સ્ત્રી નરરૂપે જન્મી દેવકાર્ય કરી જન્મદાત્રી ધરાને ધન્યય ધન્ય કરી છે. આવા જ એક સ્ત્રી વિરબાઇમાં જલારામ બાપાના ધર્મપત્ની સંત શુરા અને સતીની ભુમી એટલે જસદણ તાલુકાનુ આટકોટ ગામ બદ્રાવતી નદીના કિનારે વસેલા આટકોટ ગામમાં આશરે બસો વર્ષ પહેલા દેવરાજભાઇ પ્રાગજીભાઇ સોમૈયાને ત્યાં પુત્રીને જન્મ થયો હતો. તેનું નામ વિરબાઇ રાખેલ જીવનમાં નાનપણથી ભકિત રગેરગમાં ઉતરી ગઇ હતી. સુશીલ સંસ્કારી વિરબાઇમાંના લગ્ન વિરપુરના જલારામ બાપા સાથે થયા હતા. જલારામ બાપા અને તેની  જાન લાખા ફુલાણીએ સ્થાપના કરેલ માં અંબાજી દર્શન કરવા ગયા હતા. વિરબાઇમાં સવારે ઉઠીને દળણું ઘંટીમં દળે પછી રોટલા બનાવે અને બંને જણ સાધુ સંતોને જમાડીને પછી પોતે જમે આજે પણ વિરપુરમાં તે ઘંટી જોવા મળે છે. વિરબાઇમાં અને જલારામ બાપાનો ગૃહસ્થાશ્રમ ઘણો જ સુખી હતો. અને ૧૮૭૮-કારતક વદનોમના દિવસ વિરબાઇ માએ પોતાની જીવન લીલા સંકેલી સ્વર્ગ સીધાવ્યા હતા. આજે પણ તેની પૂણ્યતિથી દર વર્ષે ઉજવવામાં આવે છે. જે રાજકોટ, ભાવનગર હાઇવે પર જે આટકોટ ગામ આવેલું છે ત્યાં વિશ્વમાં એકમાત્ર મંદિર આવેલું છે. ત્યાં સવાર સાંજ અન્નક્ષેત્ર ચાલે છે. અને તે જગ્યા પર દરેક ચાલીને આવતા યાત્રિકોને અહીં રહેવા તથા જમવા માટે વ્યવસ્થા છે. આટકોટ વિરબાઇમાંના મંદિરે બ્રાહ્મણો અને જ્ઞાતિજનોને પ્રસાદી રૂપે જમાડવામાં આવે છે. આ મંદિરમાં સોમૈયા કુટુંબના સેવાભાવી ભકત નિર્મળાબેન અને બટુકભાઇ સોમૈયા સવાર અને સાંજ પોતાના હાથે દરેકને પ્રેમથી જમાડે છે. અને જે જગ્યા ઉપર વિરબાઇમાનાં લગ્ન થયા એજ જગ્યા ઉપર મંદિર બનાવાયું છે.

(3:55 pm IST)